ગુજરાતના ખેડૂતોને પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના : Pradhan Mantri Kisan Maandhan yojana (PM-KMY)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતના ખેડૂત માટે પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના (Pradhan Mantri Kisan Maandhan yojana : PM-KMY)પ્રધાન મંત્રી નરેદ્રભાઈ મોદીએ શરૂ કરી છે, જેમાં મોટી ઉંમરના ખેડૂતોને સરકાર તરફથી સહાય કરવામાં આવશે. જેમાં નાના અને મોટા ખેડૂતોને મેં આવરી લેવામાં આવશે.

{tocify} $title={વિષય સૂચિ}

કિસાન માન ઘન યોજનાની માહિતી

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) હેઠળ પાત્ર નાના અને સીમાંત ખેડુતોને ૬૦ વર્ષની ઉમર પુર્ણ થતાં ઓછામાં ઓછું રૂ.૩૦૦૦/- ની રકમ નિશ્ચિતરૂપે પેન્શન તરીકે આપવામાં આવે છે. લાભાર્થીએ પેન્શન ફંડમાં રૂ.પપ થી ૨૦૦ ની માસિક ફાળો(પ્રીમિયમ) આપવો જરૂરી છે. ( આ યોજનામાં પ્રીમિયમ ઉમરના આધારે હોય છે ) જે ફાળો ૬૦ વર્ષની ઉમર સુધી ભરવાનો હોય છે.

કિસાન માનધન યોજના ક્યારે શરૂ થઈ?

કિસાન માનધન યોજના એ 18 થી 40 વર્ષના પ્રવેશ જૂથ માટે સ્વૈચ્છિક અને યોગદાન પેન્શન યોજના છે. આ યોજના 9 ઓગસ્ટ, 2019થી અમલી બની છે.


પીએમ કિસાન માનધન યોજના માટે કોણ પાત્ર છે?

દેશના બધા નાના અને સીમાંત ખેડૂતો , જેમની ઉમર ૧૮ વર્ષ અને તેથી વધુ છે અને ૪૦ વર્ષ સુધીની છે. જમીનના રેકોર્ડ મુજબ ૨ હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતનો સમાવેશ થાય છે.

કિસાન માન ઘન યોજનાનો લાભ શું મળશે

 • ૬૦ વર્ષની ઉમર પછી ખેડૂતને ઓછામાં ઓછી ૩૦૦૦/- ની નિશ્ચિત પેન્શન
 • આ યોજનામાં ખેડૂતનું મૃત્યુ થાય તો ખેડૂતની પત્નીને માસિક ૧૫૦૦ રૂપિયા મળવાપાત્ર થાય છે.
 • લાભાર્થીએ પેન્શન ફંડમાં રૂ.૫૫/- થી રૂ.૨૦૦/-(ઉમર ને આધિન પ્રીમિયમ) ની માસિક ફાળો આપવો જરૂરી છે.
 • નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે પણ માસિક હપ્તો જમા કરાવી શકો છો
 • આ યોજના હેઠળ લાભ આપવા માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલ છે. નીચે મુજનના હોદા કે અન્ય બાબતો ધરાવતા ખેડૂતોને આ યોજના માટે પાત્ર નથી.
 • કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે Nation Pension Scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજનામાંથી પેન્શન મેળવતો ન હોવો જોઈએ અથવા આવી સંસ્થાઓના સભ્ય ન હોવા જોઈએ.
 • શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘Pradhan Mantri Shram yogi Maandhan Yojana’ અને “Pradhan Mantri Vyapri Maandhan યોજનાઓમાં પસંદગી થયેલ ખેડૂતોને મળવાપાત્ર થશે નહિ.
 • આ ઉપરાંત, ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહિ.
 • તમામ પ્રકારની સંસ્થાગત જમીન ધરાવતા
 • બંધારણીય હોદાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા નાગરિકો
 • ભૂતપૂર્વ ડે વર્તમાનના મંત્રીઓ/ રાજ્યકક્ષાના મંત્રીઓ/ લોક્સભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્યો તથા નગર નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષ
 • કેન્દ્ર સરકાર અને રાજ્યના સરકારના તમામ નિયમિત સરકારી કર્મચારીઓ (મલ્ટી ટાર્સ્કિંગ સ્ટાફ/ ક્લાસ-૪ ગણતરીમાં લેવાના નથી)
 • ભારતના એવા નાગરિકો કે જેમને ગયા નાણાંકીય વર્ષમાં આવકવેરો ભર્યો હોય. જેવા કે ડૉક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટર વગેરે…


કિસાન માન ઘન યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું

નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતેથી , ગામમાં આવેલ ઇ – ગ્રામ્ય સુવિધા હોય ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ફૉર્મ ભર્યા પછી તમને કિસાન પેંશન એકાઉન્ટ નંબર જનરેટ કરવામાં આવશે અને કિસાન કાર્ડ છાપવામાં આવશે.

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્રારા સંચાલિત પેન્શન ફંડમાં નોંધણી કરીને લાભાંથી સભ્ય બનવાનું પસંદ કરી શકે છે.

ઓનલાઈન નોંધણી તમે જાતે પણ કરી શકો છો જેની વેબસાઇટ Maandhan CSC e-Governance Service India Limited પર જવાથી

સેલ્ફ ઇનરોલમનેન્ટ પર જઇ મોબાઈલ નંબર નાખી નોંધણી કરાવી શકો છો.


કિસાન માન ઘન યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજ

આ યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને મળશે. આ યોજના માટે ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તે નીચે મુજબ છે.

 • આધારકાર્ડ
 • ચૂંટણીકાડ/પાનકાર્ડ/પાસપોર્ટ પૈકી કોઈપણ એક
 • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
 • ખેતીની જમીન ધરાવતા હોય તો તેના પ્રમાણપત્ર
 • બેંડ ખાતાની ઝેરોક્ષ
 • મોબાઈલ નંબર
 • ઈમેઈલ આઈડી
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • પીએમ ડિસાન યોજનાનો લાભ મળતો હોય તો તેની માહિત

વધુ માહિતી માટે :- Maandhan CSC e-Governance Service India Limited સંપર્ક કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment