સરકારની ઘઉંની ખરીદીથી બજારને અને ઘઉંના ભાવમાં આવી શકે છે વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંનાં ભાવમાં જે ઘટાડો થવાનો હતો તે મોટા ભાગનો ઘટાડો થઈ ચૂક્યો છે, પરિણામે હવે ઘઉંનાં બજાર ભાવ માં બહુ ઘટાડો થાય તેવી સંભાવનાં ઓછી છે.ઘઉની આવકો હવે ધીમે ધીમે વધવા લાગશે, પરિણામે મિલબર કે નબળી ક્વોલિટીનાં ઘઉં રૂ.૩૨૦ સુધી આવી શકે છે, પંરતુ તેનાંથી વધુ ઘટાડો લાગતો નથી. 

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ઘઉનાં ટેકાનાં ભાવ પ્રતિ મણનાં રૂ.૩૯૫ જાહેર કર્યા છે અને ગુજરાતમાં ૧૬મી માર્ચથી પુરવઠા નિગમ દ્વારા ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બીજી તરફ ૮મી માર્ચથી સરકાર ઘઉંનાં ખેડૂતોની નોંધણી પણ શરૂ કરવાની છે. આમ હવે ઘઉંમાં સરકારની ખરીદી કેવી રહે છે તેનાં ઉપર બજારનો મોટો આધાર છે. 

ખેડૂતોએ સરકારી ક્વોલિટીનાં ઘઉં હોય તો ખુલ્લા બજારમાં વેચાણ કરવાને બદલે સરકારી ટેકામાં આપવા જોઈએ અને પૂરતો લાભ લેવો જોઈએ. ઘઉનાં વેચાણમાં ખેડૂતોને ઉતાવળ ન કરવાની સલાહ છે. 

હાલ ગુજરાતમાં ઘઉંની આવકો દૈનિક ૩૦થી ૫૦ હજાર ગુણી વચ્ચે આવી રહી છે, જે આગામી દશેક દિવસમાં વધીને ૮૦ હજાર ગુણી ઉપર આવવા લાગશે. આ સમયગાળામાં નિકાસકારોની લેવાલી કેવી રહે છે તેનાં ઉપર પણ સૌની નજર રહેલી છે. 

આવી સ્થિતિમાં ખેડૂતોએ બહુ વેચાણ કરવામાં ઉતાવળ ન કરવામાં આગળ જત્તા ફાયદો થઈ શકે છે.

જો નિકાસકારોની લેવાલી સારી રહેશે તો બજારો વધી શકે છે. હાલ વૈશ્વિક ભાવ સ્ટેબલ છે અને નિકાસમાં બહુ પેરિટી ન હોવાથી વેપારો ઠંડા છે, પરંતુ આવકો વધશે એટલે ભાવ થોડા દબાશે ત્યારે લેવાલી આવશે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment