કપાસીયાખોળમાં પાછો ઉછાળો આવતા કપાસના ભાવમાં આવ્યો વધારો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સોમવારે દેશમાં રૂની આવક થોડી વધીને ૯૦ થી ૯ર હજાર ગાંસડીની એટલે કે રર થી ૨૩ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. મહારાષ્ટ્રમાં લોકડાઉનના ડરથી કપાસની આવક સોમવારે વધી હતી જ્યારે ઉત્તર ભારતના સેન્ટરોમાં ગત્ત સપ્તાહે ભાવ ઘટયા હીઇ સ્ટોકીસ્ટોની વેચવાલીથી આવક વધી હતી.

વિદેશી વાયદા અને સ્થાનિક કપાસિયાખોળ વાયદા ઉછળતાં સોમવારે ઉત્તર ભારતના રાજ્યોમાં સહિત સમગ્ર દેશના તમામ સેન્ટરોમાં કપાસના બજાર ભાવ મણે રૂ.૧૦ થી ૧૫ સુધર્યા હતા. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હાલ છેલ્લા તબક્કાની આવક હોઇ તા.૨૦મી માર્ચ પછી આવકો સાવ નહી હોય, લગભગ આવી જ સ્થિતિ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ જોવા મળશે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક એપ્રિલના એન્ડ સુધી ચાલુ રહેશે પણ માર્ચ મહિનો પૂરો થયા બાદ આવકમાં મોટો ઘટાડો જોવા મળશે, ગુજરાતમાં કપાસની આવક માર્કટયાર્ડોમાં વધીને બે લાખ મણની અને દેશાવરની આવક પણ થોડી વધી હતી.

કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસરે વેચવાલી વધતાં સોમવારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૧૫૦ ગાડી થઈ હતી વળી કપાસના ભાવ પણ વધ્યા હોઇ થોડી વેચવાલી વધી હતી.

કડીમાં કાઠિયાવાડના કપાસની આવક કડીમાં ૧૭૫ ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૬૦ થી ૧૨૫૦, અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૨૦થી ૧૨૩૫ ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ૮૦ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૭૦ થી ૧૧૫૦ અને ઊંચામાં રૂ.૧૨૫૫ થી ૧૩૧૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ।.૧૫ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ।.૧૦ સુધર્યા હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા રૂના બજાર ભાવ રૂ.૧૨૮૫ થી ૧૨૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૬૫પ થી ૧૨૭૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૨૪૦ થી ૧૨૪૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૨રરપ થી ૧૨૩૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ ફરી સુધરતાં ગામડે બેઠા ખેડૂતોની પક્કડ વધી હતી. સોમવારે ગામડે બેઠા રૂ.૧૨૫૦ થી ૧૨૭૦ સુધી વેપાર થયા હતા. કેટલાંક સારી કવોલીટી ધરાવતાં ગામડા હવે રૂ.૧૩૦૦થી નીચે કપાસ વેચવા તૈયાર નથી. સોમવારે ગામડે બેઠા કપાસના ભાવ પણ મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment