ઘઉં બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘઉંની આવકો માં વધારો નોંધાયો હતો, પરંતુ સારા માલની આવકો ઓછી જોવા મળી રહી છે, જેને પગલે સારા માલનાં ભાવ ઊંચા છે, પંરતુ બાકીની ક્વોલિટીનાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતા.
ઘઉંનાં વેપારીઓ કહે છેકે ટૂંકાગાળા માટે ઘઉંની બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહેતેવી ધારણાં છે. ઘઉંની બજારમાં કંપનીઓ-નિકાસકારોની લેવાલી આવશે તો જ બજારને ટેકો મળશે, એ સિવાય બજારો એક રેન્જબાઉન્ડ અથડાયા કરે તેવું લાગી રહ્યું છે.
આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં આવકો વધશે તો મિલબર ક્વોલિટીનાં ઘઉંનાં ભાવ માં મામૂલી ઘટાડો થઈ શકે છે, એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી. નિકાસકારોની લેવાલી હજી પાંખી જોવા મળી રહી છે.
ઘઉંનાં ભાવમાં સરકારી ખરીદીની જાહેરાતથી બજારને ટેકો મળ્યો…
ઘઉંની કેશોદમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૩૮૫નાં હતાં.
રાજકોટમાં નવા ઘઉંની ૧૫૦૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંનાં ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૪૦થી ૩૪૨, સારામાં રૂ.૩૪પથી ૩૫૫ અને સુપર ક્વોલિટીમાં રૂ.૩૭૫થી ૪૬૦ સુધીનાં ભાવ હતાં.
ગોંડલમાં સોમવારે કુલ ૧૫ હજાર ગુણીની આવક થઈ હતી, જેમાંથી મંગળવારે બચેલા ૬ હજાર ગુણીનાં વેપાર હતા અને ગોંડલ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૪૦થી ૩૪૫, લોક્વનમાં રૂ.૩૫૦થી ૪૦૦ અને ટૂકડામાં રૂ.૩૫૦થી ૪૫૦નાં ભાવ હતાં. સુપર ક્વોલિટીમાં રૂ.૫૦૦ સુધીનાં ભાવ હતાં.
કોડીનારનાં ૬ હજાર ગુણીની આવક હતી, અને કોડીનાર ઘઉંનાં ભાવ રૂ.૩૩૨થી ૩૭૦નાં ભાવ હતાં.
હિંમતનગરમાં નવા ઘઉંની ૪૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩પપથી ૩૬૫, મિડીયમમાં રૂ.૩૭૦થી ૪૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૧૧થી ૪૬૫ ભાવ હતાં.
મોડાસામાં ૩૦૦૦થી ૪૦૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૪૦૫નાં ભાવ હતાં. ઈડરમાં ર૦૦૦ બોરી હતી અને ભાવ રૂ.૩પપથી ૪રપનાં હતાં.
તલોદમાં નવા ઘઉંની ૨૦૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૪૪૦નાં ભાવ હતાં.