Gujarat Rain Weather News: ચોમાસુ હજુ એક સપ્તાહ મંદ રહેશે અશોકભાઈ પટેલની આગાહી

WhatsApp Group Join Now

Telegram Group Join Now

તા. ૧૪ : આગામી ૨૦ ઓગષ્ટ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી. કોઈ – કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસી જાય. છેલ્લા ઘણા દિવસથી ધાબળીયુ વાતાવરણ રહે છે. વરસાદ પણ નોંધપાત્ર વરસ્યો નથી.

ચાલુ સપ્તાહમાં હજી ધૂંપછાંવનો માહોલ રહેશેઃ કયાંય નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના નથી : ચોમાસાને મંદ પાડનાર મુખ્ય ત્રણ પરિબળો હજુ યથાવત સ્થિતિમાં : કોઈ ભારે વરસાદ નથી સિવાય કે ક્યાંક છુટોછવાયો વરસી જાય : અશોકભાઈ પટેલ…

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૪ થી ૨૦ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં ગુજરાત રાજયને નુકશાન કરતા વિવિધ પરીબળો નીચે મુજબ છે.

  • સોમાસુ ધરીનો પશ્ચિમ છેડો નોર્મલથી ઉત્તર તરફ જ રહેશે. જેમાં ઘણો ટાઈમ હિમાલયની તળેટી બાજુ સરકશે.
  • ૩.૧ કિ.મી.ના લેવલમાં ગુજરાત ઉપર ભેજ ઓછો રહેવાની શકયતા
  • પવનની ગતિ હજુ યથાવત વધુ જ રહેશે. દિવસના અમુક સંમયે રપ થી ૩પ કિ.મી.ની સ્પીડ રહેશે.

સૌરાષ્ટ્ર કચ્છમાં ક્રયાંક- કયાંક છૂટાછવાયા ઝાપટા છુટોછવાયો વરસાદ જોવા મળે. કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ વધુ શકયતા છે.

આગાહી સમયમાં ધૂપછાવ માહોલ રહેશે. ગુજરાત રીજનમાં અમુક દિવસ છુટાછવાયા ઝાપટા, હળવો વરસાદ તો કયાંક – કયાંક મધ્યમ વરસાદ પડશે. ધૂંપછાવ માહોલનું વાતાવરણ જોવા મળશે.

ભારતમાં ફરી વરસાદની ૩ ટકાની ખાધઃ ગુજરાતમાં ૩૬ ટકા વધુ પાણી વરસ્યુ, જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ ચોમાસું પરિબળો વિરૂધ્ધમાં છે…

દરમિયાન ૧૩ ઓગષ્ટ સુધી વરસાદની પરિસ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારમાં ૬૩ ટકા હજુ વરસાદનો વધારો છે. માત્ર કચ્છમાં ૧૨૬ ટકાનો વધારો છે. ગુજરાત રીજનમાં ૩ ટકા વધારો, ગુજરાત રાજયમાં ૩૬ ટકા વધારો.

જયારે ઓલ ઈન્ડિયામાં હવે ૩ ટકા ઘટ જોવા મળે છે. જેમાં ઘટવાળા રાજયોમાં જોવા મળે છે. જેમાં વધુ ઘટવાળા રાજયોમાં કેરળ, ઝારખંડ, બિહાર તેમજ મીઝોરમ, મણીપુર છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment