ગુજરાત યાર્ડમાં જીરુંની સારી અવાક હોવા છતાં જીરુંના ભાવ ઘટવાની શક્યતા ઓછી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરુંનું ઉત્પાદન તાજેતરમાં મળેલી ફિસની બેઠકમાં ૧ કરોડ ગુણી કરતા વધારે થવાનો અંદાજ મૂકાયો છે. પણ પાકના મોટાં અંદાજ પછી પણ બજાર મચક આપતી નથી. ઉલ્ટુ બજાર સુધરી છે. એનાથી ખેડૂતોનો ગભરાટ ઓછો થયો છે. જીરુંના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે.

વેપારી મત પ્રમાણે સ્ટોકની પાઈપલાઈન ગયા વર્ષના અતિ નબળા ઉત્પાદનને લીધે ખાલી થઈ ગઇ છે એટલે ફુલ પાકના ૨૦ ટકા જેટલી આવક બજારમાં નહીં થઈ જાય ત્યાં સુધી ભાવ ટકી રહેશે કે સુધરશે.

ઉંઝા ગંજ બજારમાં નવી આવકનું જોર વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ગોંડલ, જામજોધપુર, રાજકોટ સહિત બધે આવક સારી છે પણ સામે ઉઠાવ સારો છે એટલે બજાર મચક આપતી નથી. હજુ થોડાં અઠવાડિયા સુધી જીરૂના ભાવમાં ખાસ મંદીનું ધ્યાન નથી એમ વેપારી વર્ગ કહે છે.

ઉંઝામાં જીરુંની આવક ૫૪-૫૫ હજાર ગુણી સરેરાશ થઈ ગઈ છે. એની સામે ભાવ મક્કમ થઈને સુધરી રહ્યા છે. વાયદાની સીધી અસર હાજર બજારના ભાવ પર પડી રહી છે. વેપારીઓ કહે છે, બજારમાં ૧૫-૨૦ લાખ ગુણીની આવક નહીં થઈ જાય ત્યાં સુધી સ્ટોકની અને વપરાશની માગ સંતોષાવાની શક્યતા દેખાતી નથી. લગભગ બે મહિના સુધી ભાવ મચક ન આવે તેવું વેપારીઓનું ક્હેવુ છે.

ઉંઝા ગંજ બજારમાં જીરુંનો ભાવ એકષ્ટ્રસુપર માલમાં રૂ. ૫ર૦૦-૫૩૦૦, બેસ્ટ રૂ. ૫૦૦૦/ ૫ર૦૦, મીડીયમમાં રૂ. ૪૯૦૦/૫૦૦૦, ચાલુમાં ૪૮૦૦/૪૯૦૦ અને હવાવાળા માલમાં રૂ. ૪૬૦૦-૪૮૦૦ હતા. ઉંઝાના વેપારીઓ કહે છે, નિકાસમાં આશરે રૂ.૫૦૦૦ની સપાટી આસપાસની ક્વોલિટી ચાલે છે.

સ્ટોકિસ્ટોની થોડી ખરીદી વધી છે. સ્ટોક્વાળા રૂ.૫ર૦૦-૫૩૦૦માં સારા માલની ખરીદીમાં છે. નિકાસના કામકાજો ઠીક ઠીક સારા છે. નિકાસકારો ક્હે છે, સીંગાપોર ક્વોલિટીમાં ગુણવત્તા અનુસાર મુંદ્રા ડિલિવરીમાં રૂ.૫૪૦૦-૫૫૫૦૦ના ભાવ સાંજે હતા. યુરોપના રૂ. ૫૭૫૦ અને શોર્ટેક્સના રૂ. ૫૮૫૦ હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment