Gujarat weather forecast: ગુજરાતમાં ફરી તાપમાન વધશે છૂટાછવાયા વાદળો છવાશે, અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડા સાથે છેલ્લા બે દિવસથી ઠંડીના ચમકારા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ગરમ માહોલ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલે કરી છે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ એ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ તારીખ ૨૪ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૨૪ સુધી ની આગાહી કરતા જણાવેલ કે, આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન પવન મુખ્‍યત્‍વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે.

ગુજરાતમાં ફરી સવારનું અને દિવસનું તાપમાન વધશે, પવનની ઝડપ સાથે છૂટાછવાયા વાદળો છવાશે વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલની તા. ૨૪ ફેબ્રુઆરીથી તા. ૧ માર્ચ સુધીની આગાહી…

આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ ૧૦ થી ૧૫ કિમી/કલાકની ઝડપે અને ક્‍યારેક ઝાટકા ના પવનો ૨૦ કિમી/કલાક સુધી પહોંચે.

આગાહીના સમયગાળાના અમુક દિવસો (૨૫મી થી ૨૬મી ફેબ્રુઆરી અને ૧ માર્ચ ) પર છૂટાછવાયા વાદળોની શક્‍યતા છે. હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્‍ય ન્‍યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રીથી ૧૬ ડીગ્રી છે.

આગાહી દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૯ ડીગ્રી વચ્‍ચે અને મહત્તમ તાપમાન ૩૪ થી ૩૭ ડીગ્રીની રેન્‍જમાં આવી જશે…

તારીખ ૨૬ સુધી ક્રમશ તાપમાન વધશે જે તારીખ ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ સુધી માં ન્‍યુનત્તમ તાપમાન કૂલ ૪ થી ૫ ડીગ્રી સુધી વધવાની ધારણા છે જે ગુજરાત ના મોટાભાગના ભાગોમાં ન્‍યુનત્તમ તાપમાન ૧૫ ડીગ્રી થી ૧૯ ડીગ્રી સુધીની રેન્‍જમાં આવવાની શક્‍યતા છે.

હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૧ થી ૩૩ ડીગ્રી ગણાય. તારીખ ૨૬ સુધી ક્રમશ તાપમાન વધશે જે તારીખ ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ સુધી માં કૂલ ૪ થી ૫ ડીગ્રી સુધી વધવાની ધારણા છે જે મહત્તમ તાપમાન ૩૪ થી ૩૭ ડીગ્રી સુધીની રેન્‍જમાં આવવાની શક્‍યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment