સૌરાષ્ટ્રના યાર્ડમાં નવા ધાણાની છૂટીછવાઇ આવક શરૂ, ધાણાના ભાવમાં ઉછાળાની આશા

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

સૌરાષ્ટ્રમાં ધાણાની નવી આવકોને સત્તાવાર રીતે વીસથી પચ્ચીસ દિવસ કે તેથી પણ વધુ સમય લાગશે તેવા અનુમાન વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ યાર્ડ ખાતે ધાણાની નવી છૂટી છવાઇ આવકોના શ્રી ગણેશ થયા હતા.

જોકે, એક એક વકલની આવક હતી, એ દરમિયાન પુરબહારમાં આવકો શરૂ થતા હજુ એકાદ મહિનાનો સમય લાગશે તેવું બજારના સૂત્રો કહે છે.

અગ્રણી ટ્રેડર્સાએ જણાવ્યું હતું કે, ધાણામાં દિવસેને દિવસે આવકો ઘટી રહી છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં જુના ધાણાની ૧૬૦૦ ગુણીની આવક નોંધાઇ હતી. ઘરાકી માપે માપે છે.

ખાસ કરીને ધાણીમાં અને દાળબર ધાણામાં સારી ડિમાન્ડ છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા ફરી માવઠું પડે તેવી શક્યતા વ્યક્ત થઇ હોય, બીજી તરફ ધાણાના ફાઇનલ પાક માથા પર હોય માવઠું પડશે તો પાકને નુકસાન પહોંચશે તો તેવી દહેશત ઉભી થઇ છે.

બજાર સાથે જોડાયેલા સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે, જો સંભવતઃ માવઠુ પડશે તો આ પરિસ્થિતિ મુજબ ભાવમાં ઉછાળો આવવાની સંભાવના નકારી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં નવા ધાણામાં એક વકલની આવક હતી અને પ્રતિ મણના રુ.૧૭૧૦ના ભાવ બોલાયા હતા.

Leave a Comment