ગુજરાતમાં કપાસની આવક હવે સતત ઘટાડો જણાતા સારા કપાસના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કપાસમાં સારી કવોલીટીની અછત દિવસેને દિવસે વધી રહી હોઇ મંગળવારે સુપર કપાસમાં મણે રૂ.૨૫ થી ૩૦ વધ્યા હતા જ્યારે મિડિયમ થી એવરેજ કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ વધ્યા હતા, કડીમાં પણ દેશાવરના કપાસમાં રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું ક કપાસની આવક હવે એકદમ પાંખી દેખાય છે એમાંય સારા કપાસ ગોતવા જાવ તો માંડ માંડ મળે છે આથી સુપર કપાસના ઘટીને રૂ.૧૯૭૦ થયા બાદ વધીને રૂ.૨૦૦૦ થયા.

મિડિયમ અને એવરેજ કપાસ થોડા ઘટયા પણ સુપર કપાસના રૂ.૨૦૦૦થી ઘટયા નથી. મંગળવારે જીનપહોંચ સુપર કપાસના ઊંચામાં રૂ.૨૦૨૫ થી ૨૦૩૦ બોલાતા હતા.

જ્યારે મિડિયમ કપાસના રૂ.૧૯૦૦ થી ૧૯૫૦ અને મહારાષ્ટ્રના સારા કપાસના ઊંચામાં રૂ.૧૯૬૦ થી ૧૦૬૫ સુધી બોલાતા હતા. કડીમાં કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગામડે બેઠા સારો કપાસ રૂ.૧૯૨૦ થી નીચે કોઈને વેચવો નથી આથી આવક હવે ધીમે ધીમે ઘટી રહી છે.

મંગળવારે કડીમાં ૮૦ ગાડી મહારાષ્ટ્રની અને ૫૦ ગાડી કાઠિયાવાડની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૧૯૪૦-૧૯૪૫ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૧૯૯૦ સુધી બોલાતા હતા.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment