ગુજરાતમા કપાસના ભાવ માં સતત ઉડાઉડ, આવનારા દિવસોમાં કેવા રહેશે ભાવ ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ હજુ અટકો નથી. હાલ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસમાં મણે રૂ.૪૦ થી ૫૦ અને મિડિયમ-હલકા કપાસમાં મણે રૂ.૨૦ થી રપ સુધર્યા હતા જ્યારે કડીમાં દેશાવરના કપાસના ભાવમાં મણે રૂ.૨૫ થી ૩૦ની તેજી જોવા મળી હતી.

સૌરાષ્ટ્રના ક્પાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ રૂ.૨૦૦૦ને વળોટી ગયા બાદ ખેડૂતોની વેચવાલી વધી છે અને કેટલાંક જીનર્સો હજુ ઢગલાબંધ કપાસ ખેતરમાં પડયો હોવાનો પ્રચાર કરી રહ્યા છે પણ વાસ્તવમાં કપાસના પાકનું ચિત્ર ખુલ્લું પડી ગયું એટલે તો કપાસના આટલા ઊંચા ભાવ થયા છે.

કપાસના ભાવ રૂ.૨૦૦૦ની સપાટીને વટી ગયા બાદ ખેતરમાં જે કપાસ ઉભો છે તેની પાછળ ખેડૂતોએ ખર્ચો કરવાનુ વધાર્યું છે પણ એક વાત પાકી છે કે અત્યાર સુધી કપાસની આવક જેટલી થઇ તેટલી હવે થવાની નથી.

ગુજરાતમાં કપાસના ભાવ આગાહી પ્રમાણે રૂ.૨૦૦૦ થયા પણ મિડિયમ-હલકા કપાસના ભાવ ઘટશે…

સૌરાષ્ટ્રમાં લોકલ બેસ્ટ કપાસના જીનપહોંચ રૂ.૨૦૫૦ થી ૨૦૬૦ અને મિડિયમ કપાસના રૂ.૧૯૫૦ થી ૧૯૮૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના ઊંચામાં રૂ.૧૯૫૦ બોલાતા હતા. ગામડે બેઠા હવે ખેડૂતોને સારો કપાસ રૂ.૨૦૦૦ની નીચે વેચવો નથી.

કડીમાં બધુ મળીને ૩૦૦ ગાડી કરતાં ઓછી આવક હતી, મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૧૯૦૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૧૯૮૦ બોલાતા હતા.

ઓછા ઉતારાના ખેડૂતોને રૂ.૧૭૦૦ થી ૧૮૦૦ જ ભાવ બોલાઇ રહ્યા છે. જેમની પાસે ફોર જી અને ૩૭ થી ૩૮ના ઉતારાનો ચોખ્ખો કપાસ હશે તેના ભાવ ઘટવાની શક્યતા નથી પણ ઓછા ઉતારાવાળા કપાસમાં ગમે ત્યારે મણે રૂ.૧૦૦ થી ૨૦૦ ઘટી શકે છે. આથી ઓછા ઉતારાવાળો કપાસ ધરાવનાર ખેડૂતોએ કપાસ વેચીને રોકડી કરી લેવી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment