એરંડામાં જોઇએ એટલી આવકો વધતી નથી, એરંડાના ભાવ વધવાની રાહ જોવી કે નહીં?

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાતમાં એરંડાનો પાક ખેતરમાં તૈયાર થઇ ચૂકયો છે પણ કેટલાંક વિસ્તારમાં માવઠાની અસરે થોડો પાક મોડો તેયાર થશે તેવા બજારમાંથી સમાચાર મળી રહ્યા છે. એક તબક્કે એરંડાના ભાવ મણના રૂ.૧૩૦૦ની ઉપર બોલાતા હતા તે ઘટીને હાલ રૂ.૧૧૬૦ થી ૧૧૭૦ બોલાય છે. ગયા અઠવાડિયું શરૂ થયું ત્યારથી ભાવ ઘટતાં જતાં હતા પણ ઉપરાઉપરી ત્રણ દિવસ આવક બહુ જ ઓછી થઈ ગઈ એટલે એરંડાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ખેડૂતોએ એક વાત યાદ રાખે કે એરંડામાંથી જે દિવેલ બને તેમાંથી ૮૦ થી ૮૫ ટકા દિવેલ વિદેશમાં નિકાસ થાય છે આથી એરંડામાં તેજી ત્યારે જ થઇ શકે જ્યારે દિવેલની નિકાસમાગ એકદમ સારી હોય.

એરંડાની સતત ઘટી રહેલી આવક વચ્ચે જો દિવેલાની વિદેશમાં નિકાસમાગ નીકળે તો મોટી તેજી આવી શકે…

ડિસેમ્બરના છેલ્લા ત્રણ અઠવાડિયા ભારતમાંથી દિવેલની નિકાસ એકદમ ઓછી થઇ હતી કારણ કે વિદેશમાં નાતાલના તહેવારો ચાલતાં હોઇ રજાનો માહોલ હોઇ કોઇ દિવેલ ખરીદવા આવ્યું નહોતું. હવે જાન્યુઆરી મહિનામાં ચાલુ અઠવાડિયાથી ધીમે ધીમે વિદેશની બજારો ખુલવા લાગશે ત્યારે ભારતીય દિવેલની ખરીદી કરનારાઓની માર્કેટમાં પુછપરછ થશે.

આથી જાન્યુઆરીમાં જો એરંડાની આવક વધીને રોજની ૩૫ થી ૪૦ હજાર ગુણી ન થાય અને દિવેલની વિદેશમાં મોટી માગ જોવા મળે તો એરડામાં સો ટકા મોટી તેજી થશે પણ જો આવક વધવા લાગે અને જાન્યુઆરીમાં દિવેલની નિકાસ માગ પ્રમાણમાં ઓછી રહે તો એરંડામાં તેજી થવાના ચાન્સ ઓછા રહે.

જો કે એરંડામાં હવે કોઇ મોટો ઘટાડો થવાની શક્યતા નથી કારણ કે જુનો સ્ટોક તળિયાઝાટક છે અને નવો પાકમાં કોઈ મોટો વધારો થવાની કોઇ શક્યતા નથી. આથી એરંડાના ભાવ આગામી એપ્રિલ મહિના સુધી સ્થિર રહેશે અથવા ધીમી ગતિએ વધતાં રહેશે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment