ગુજરાતમાં ગામડે બેઠા સારી કવોલીટીનો કપાસના ભાવ સ્થિર, માવઠાથી કપાસની બજારમાં ઘટાડો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સોરાષ્ટ્ર અને કડીમાં શુક્રવારે વાદળછાયું વાતાવરણ હતું પણ વરસાદ કયાંય નહોતો આથી જીનર્સોની લેવાલી જળવાયેલી હતી અને આવકો હજુ જોઈએ તેવી વધતી નથી. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ લોકલ કપાસના રૂ.૨૦૧૦ થી ૨૦૩૫ અને મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના રૂ.૧૯૨૦ થી ૧૯૩૦ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હજુ બેસ્ટ કપાસ બધાને લેવો છે કારણ કે સુપર બેસ્ટ રૂ ઊંચામાં રૂ.૭૪,૦૦૦ થી ૭૪,૫૦૦ સુધી ખપી જાય છે જ્યારે મિડિયમ અને હલકું રૂ જલ્દી ખપતું નથી. સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા સારી કવોલીટીનો કપાસ રૂ.૨૦૦૦થી નીચે મળતો નથી.

વરસાદી વાતાવરણમાં જિનોની ઓછી ખરીદીથી કપાસના ભાવમાં મણે રૂ.૨૦ થી ૫૦ ની ઘટાડો જોવા મળ્યો…

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ ખોટી રીતે બહુ ઊંચે ભાગી ગયો હતો જેમાં ઠોસી પીછેહટ જોવા મળી હતી પણ કપાસમાં ખેડૂતોની પક્કડ હજુ પણ મજબૂત હોઈ અને વેચવાલી બહુજ ઓછી હોઈ ત્યારે કપાસના ભાવમાં બહુ ઘટે એવી શક્યતા નથી.

કડીમાં કપાસની આવક આજે બધું મળીને ૨૫૦ થી ૨૮૦ ગાડી જ હતી. મહારાષ્ટ્રની આવક થોડી વધી હતી પણ કાઠિયાવાડના કપાસની આવક સતત ઘટી રહી છે.

મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૧૯૪૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૨૦૩૦-૨૦૪૦ બોલાતા હતા. કડીમાં સવારે કપાસ મણે રૂ.૧૦ થી ૧૫ સુધર્યો હતો પણ બપોર બાદ રૂ.૫ થી ૧૦ ઘટયો હોઇ ઓવરઓલ દિવસ દરમિયાન કપાસ મણે રૂ. સુધર્યો હતો.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment