આગામી દિવસોમાં મગફળીના ભાવ સીંગદાણાની બજારની લેવાલી ઉપર આધાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલનાં તબક્કે લેવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર છે.

ઉનાળુ મગફળીમાં બિયારણની માંગ નીકળવા લાગી છે અને કંપનીઓ અને કેટલાક વેપારીઓ દ્વારા પૂછપરછ શરૂ થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા પણ ૧૫મી જાન્યુઆરી પછી ખરીદી શરૂ થાય તેવી ધારણાં છે. ઉનાળુ વાવેતર જામનગર જિલ્લાનાં કેટલાક ગામડામાં વહેલું શરૂ થયું છે, પંરતુ રેગ્યુલર વાવેતરને હજી એકાદ મહિના ઉપરની વાર છે.

મગફળીની બજારમાં સરેરાશ નરમાઈ હતી. મગફળીની આવકો હવે ઘટી રહી છે. ગોંડલમાં નવી આવકો કરતાં માત્ર ૭૫ હજાર ગુણીની આવક થઈ હતી. જો આવી જ આવકો રહેશેતો એકાદ સપ્તાહમાં બાદ રોજે-રોજની આવકો શરૂ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.

ગોંડલમાં ૨૫ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-ર૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૦૫૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૧૦૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૨૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

રાજકોટમાં વેપારો ૧૫ હજાર ગુણીનાં થાય હતાં. ભાવ રોહીણીનાં રૂ.૧૦૦૦ થી ૧૧૨૦, ૨૪ નં.માં રૂ.૧૦૩૦ થી ૧૧૩૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૫૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૦૪૦, જી-ર૦માં રૂ.૯૮૦ થી ૧૧૫૦, બીટી ૩૨ રૂ.૯૫૦ થી ૧૦૭૦ અને સુપરમાં રૂ.૧૦૮૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૦૫૦નાં ભાવ હતાં.

હિંમતનગર ૧૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૫૧૧નાં હતાં.

ડીસામાં ૨૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૨૪૧નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close