હાલ ગુજરાતમાં મગફળીમાં ઓછી વેચવાલી હોવાથી મગફળીના ભાવ માં સ્થિરતા

WhatsApp Group Join Now

Telegram Group Join Now

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે. ગોંડલમાં મગફળીની આવકો ઘટીને શુક્રવારે ૭૦થી ૭૫ હજાર ગુણીની જ થઈ હતી.

આગામી દિવસોમાં હવે આવકો ઘટતી જાય તેવી સંભાવનાં છે. રાજકોટમાં આગામી સપ્તાહે આવકો કરશે ત્યારે ત્યાં પણ ઓછી થાય તેવી ધારણાં છે. છેલ્લે રાજકોટમાં ૯૦ હજાર ગુણીની આવક થઈ હતી.

મગફળીનાં વેપારીઓ કહે છેકે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. મગફળીમાં જે આવકો થાય છે તેમાં ૬૦ ટકા મગફળી પિલાણ ક્વોલિટીની હોવાથી એ તરફ જાય છે. પાછોતરી મગફળીમાં ઉતારા બહુ ઓછા છે, જેને પગલે મગફળીનો પાક પણ ૩૦ લાખ ટન આસપાસ જથયો હોવાની ગણતરી અભ્યાસુ વેપારીઓ કરી રહ્યાં છે.

સમગ્ર બજારનો આધાર રહેલો છે. મગફળીમાં જે આવકો થાય છે તેમાં ૬૦ ટકા મગફળી પિલાણ ક્વોલિટીની હોવાથી એ તરફ જાય છે. પાછોતરી મગફળીમાં ઉતારા બહુ ઓછા છે, જેને પગલે મગફળીનો પાક પણ ૩૦ લાખ ટન આસપાસ જથયો હોવાની ગણતરી અભ્યાસુ વેપારીઓ કરી રહ્યાં છે.

આવકમાંથી વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૦૬૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૫૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

રાજકોટમાં વેપારો ૧૭ હજાર ગુણીનાં થાય હતાં. ભાવ રોહીણીનાં રૂ.૯૮૦થી ૧૧૪૦, ર૪ નં,.માં રૂ.૧૦૩૦થી ૧૧૦૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૩૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, જી-ર૦માં રૂ.૯૫૦ થી ૧૧૪૦, બીટી ૩ર રૂ.૯૪૦ થી ૧૦૪૭૦ અને સુપરમાં રૂ.૧૦૭૦થી ૧૧૩૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૦૨૦નાં ભાવ હતાં.

હિંમતનગર ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૧૧ થી ૧૫૪૦નાં હતાં.

ડીસામાં ૩૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૧ થી ૧૨૪૭૧નાં હતાં.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment