ગામડાઓમાં સારા કપાસ પર ખેડૂતોની મજબૂત પકડ, કપાસના ભાવમાં તેજી અટકી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ કપાસના ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે ઘણા ગામડાઓમાં રૂ.૨૦૦૦ના ભાવે ૩૪૭ થી ૩૮ ઉતારાનો ફોર જી કપાસ શનિવારે પણ વેચાણો હતો. જીનપહોંચ રૂ.૧૯૦૦ની નીચે સારી કવોલીટીનો કપાસ મળતો નથી.

કપાસના ભાવમાં ઉડાઉડ હોઇ ખેડૂતોની પક્કડ સારી કવોલીટીના કપાસમાં વધી રહી છે, હજુ ખેડૂતોના ઘરમાં સારી કવોલીટીનો કપાસ ઢગલાબંધ પડયો છે. હલકો અને મિડિયમ કપાસ હવે ઓછો હશે.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર જીનપહોંચ શુક્રવારે રૂ.૧૯૦૦ થી ૨૦૦૦ના વેપાર થયા હતા તેમજ ગામડે બેઠા અમરેલી બાજુ ફોર જી કપાસના ૩૭ થી ૩૮ ઉતારાવાળા કપાસના રૂ.૨૦૦૦ની ઉપર ભાવ બોલાયા હતા.

ખેતરમાંથી વીણવાનો બાકી હોઈ તેવા કપાસની આવક જાન્યુઆરીમાં દેખાતા ઓવરઓલ આવક વધશે. કડીમાં મહારાષ્ટ્રની આવક શનિવારે માત્ર ૧૦૦ ગાડી જ રહી હતી.

મોટાભાગના ગામડે બેઠા ૩૭ થી ૩૮ ઉતારાવાળા કપાસના રૂ.૧૯૦૦ બોલાતા હતા. મહારાષ્ટ્રના કપાસના ઉતારા ૩૩ થી ૩૪ ઉપર આવતાં નથી જેને કારણે આ વર્ષે સૌરાષ્ટ્રમાં જેમણે ફોર જી કપાસ વાવ્યો છે.

મહારાષ્ટ્રના ગામડાઓમાં પણ કપાસના ભાવની ઉડાઉડ ચાલુ થતાં ત્યાં ખેડૂતોની પક્કડ મજબૂત બની છે ત્યાં ગામડે બેઠા ખેડૂતો મિડિયમ કવોલીટી કપાસ રૂ.૧૭૫૦ થી નીચે અને સારી ક્વોલીટીન કપાસ રૂ.૧૮૫૦થી નીચે વેચતાં નથી. કાઠિયાવાડના સારી કવોલીટીના કપાસના કડીમાં રૂ.૧૯૭૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment