હાલ ધાણામાં વાયદા પાછળ હાજરમાં પણ મણે રૂ.૧૦ થી ર૦નો સુધારો થયો હતો. ગુજરાત અને રાજસ્થાનમાં ધાણાની આવકો હવે ઘટવા લાગી છે. રાજસ્થાનની રામગંજ મંડીમાં ૫૫૦૦ બોરીની આવક હતી અને ભાવ સ્ટેબલ હતા.
ગુજરાતમાં હાજર બજારમાં વેચવાલી ઓછી છે અને સામે થોડી માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ધાણા વાયદામાં જો લેવાલી આવશે તો હાજરને વધુ ટેકો મળી શકે તેમ છે.
ધાણામાં વાયદા સુધરતા હાજરમાં પણ મણે રૂ.૧૦ થી રૂ.૨૦નો સુધારો જોવાયો, દાણાની આવકો હવે ઘટવા લાગી હોવાથી માંગ વધે તો ભાવ વધુ સુધરશે…
વૈશ્વિક ધાણા બેન્ચમાર્ક જૂન વાયદો રૂ.૫૪ વધીને રૂ.૭૪૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. આગામી બે દિવસમાં વાયદામાં બેતરફી મવમેન્ટની સંભાવનાં દેખાય રહી છે. બજારમાં કોઈ મોટી તેજી-મંદી નથી, પરંતુ એક રેન્જમાં ભાવ અથડાયા કરશે.
ગુજરાતમાં ધાણાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈંગલ ક્વોલિટીમાં મશીનમાં રૂ.૭૫૫૦, શોટક્સ રૂ.૭૭૦૦, સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીનક્લીન રૂ.૬૮૦૦ અને શોટંક્સ રૂ.૬૯૫૦ હતા. જૂના ક્રોપનાં ભાવ મશીન ક્લીનમા રૂ.૭૨૫૦ના છે. નિકાસ મજબૂતાઈ હતી.
મુખ્ય મુદ્દાઓ
યાર્ડમાં ધાણાના ભાવ
ધાણાની ઊંચા ભાવની હરરાજી રાજકોટમાં હતી. અને ભાવની વાત કરીએ તો ધાણાના ભાવ નીચામાં રૂ.૧૨૬૧ થી ૧૬૧૫ રહ્યા હતા.
અમરેલીમાં ધાણાના ભાવ ૧૧૨૫ થી ૧૫૭૫, પોરબંદરમાં ધાણાના ભાવ ૧૧૦૦ થી ૧૩૪૦ અને મેંદરડામાં ધાણાના ભાવ ૧૨૦૦ થી ૧૪૪૧ રહ્યા હતા.