ગુજરાતના ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત સ્થિરતા જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ઘઉંના ભાવમાં મિલોની ધીમી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઘઉંમાં આવકો અને બજારો બંને સ્ટેબલ જોવા મળી રહ્યો છે.

અત્યારે વેકેશનનો માહોલ હોવાથી ખાનાર વર્ગની ઘરાકી મોટા ભાગની પૂર્ણ થઈ ગઈ છે અને મિલોને પણ તૈયાર માલ ઓછો ખપતો હોવાથી જરૂરિયાત મુજબ ખરીદો કરી રહ્યા છે.

માર્કેટયાર્ડના વેપારીઓ કહે છે કે જૂન મહિનામાં ચૂંટણી પ્રક્રીયા પૂણ થયા બાદ ઘઉંમાં કોઈ મોટી મુવમેન્ટ આવે તેવી સંભાવના છે. જો સરકારને પૂરતો માલ નહીં મળે તો આગામી દિવસોમાં ઘઉંમાં આયાત વેપારો ખુલે તેવા સંકેત નકારી શકાય તેમ નથી. આ વર્ષે સરકારે આયાત કરવી પડે તેવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે.

અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૫૯૦ થી ૨૬૦૦, બરોડાનાં રૂ.૨૬૩૦, સુરતમાં રૂ.૨૬૬૦ અને નિલકંઠનો ભાવ રૂ.૨૫૯૦ હતાં. આઈટીસીનો ભાવ રૂ.૨૬૪૦ હતો.

યાર્ડમાં ઘઉંના ભાવ

રાજકોટમાં ઘઉંની ૨૨૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૮૫ થી ૪૮૮, એવરેજ રૂ.૪૮૮ થી ૫૦૦, સારા માલમાં રૂ.૫૦૦ થી ૫૩૦ અને પ્રિમીયમ ક્વોલિટીમાં રૂ.૫૬૦ થી ૬૬૦ હતા.

ગોંડલમાં ઘઉંની ૨૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૪૦ થી ૫૬૦ અને ટુકડામાં રૂ.૪૪૬ થી ૫૭૮ હતાં.

હિંમતનગરમાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૯૦ થી ૪૯૫. મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૧૦ થી ૭૭ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૫૦ થી ૭૦૦ હતાં.

વૈશ્વિક ઘઉના ભાવમાં સુધારો થયો હતો અને શિકાગો બેન્ચમાર્ક વાયદો ૧૨ સેન્ટ વધીને ૬.૭૮ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો. ઘઉનાં ભાવ
સપ્તાહમાં છ ટકા વધી ગયા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment