શનિવારથી રાત્રીના સમયે ગરમોથી રાહત જોવા મળે છે, પરંતુ આગામી સપ્તાહથી ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે.
આ સીઝનમાં તાપમાન ઉચકાશે અને આવતા સપ્તાહમાં સિઝનની પ્રથમ હીટવેવ’ની હાલત સજવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
વધુમાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૪મી માર્ચ સુધીમાં અમુક શહેરોમાં દિવસનું તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી જશે, તો ૧૪ થી ૧૬ દરમિયાન અમુક સેન્ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળશે.
આવતા સપ્તાહથી ગરમીનો પ્રથમ રાઉન્ડ, પારો ૪૦ ડિગ્રીને વટાવશે : પ્રથમ હિટવેવ અશોકભાઈ પટેલની આગાહી…
અશોકભાઈ પટેલની આગાહી મુજબ રાજયના અમુક ભાગોમાં બે દિવસ દરમ્યાન વાદળો છવાયા સાથે છાંટાછુટી વરસ્યા બાદ મોટાભાગે હવે વાતાવરણ ચોખ્ખુ થઈ ગયુ છે અને આ સાથે તાપમાન વધવાના સંજોગો છે.
હાલમાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયુ છે પણ બપોરે તડકા સાથે આંશિક ગરમીનો અનુભવ થશે, મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ કરતાં થોડું ઉચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદ ૩૬ .૭, અમરેલી ૩૭.ર,વડોદરા ૩૫.૨,ભુજ ૩૭.૪,રાજકોટ ૩૭.૮ ગઈકાલે નોંધાયેલ, હાલમાં મહત્તમ તાપમાન નોર્મલ ૩૪ થી ૩૫ ડિગ્રી ગણાય અને હજુ આવતા સપ્તાહમાં નોર્મલ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો જોવા મળશે.
ગુજરાત વેધર અશોક પટેલ Ashok patel weather Gujarat કહે છે કે તા. ૧૦ થી ૧૬ માર્ચ (ગુરૂ થી બુધ) સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહીના દિવસો દરમિયાન મહત્તમ તાપમાન ક્રમશઃ વધતુ જશે.તા.૧૪ સોમવાર આસપાસ તો તાપમાન અમુક સેન્ટરોમાં ૪૦ ડિગ્રીને પણ વટાવી જશે.
અને તા.૧૪ થી ૧૬ સોમ થી બુધ દરમિયાન સૌરાષ્ટ્ર – ગુજરાત – કચ્છના અમુક સેન્ટરોમાં ઉનાળાની સીઝનનો પ્રથમ હીટવેવ જોવા મળશે.
- ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો
- નવા ઘઉંમાં વેચવાલી એકદમ ઓછી હોવાથી ઘઉંના ભાવમાં ઉછાળો
- મગફળીમાં મિલોનાં વેપારોમાં ઉછાળો આવતા મગફળીના ભાવમાં તેજીનો માહોલ
- ચણાની નવી આવકોમાં વધારો થતા ચણાના ભાવમાં ઉછાળો
આગળ, પવન મુખ્યત્વે ઉત્તર દિશાના ફૂંકાય છે.જે આવતા રવિવારથી ઉત્તર પશ્ચિમ અને કયારેક પશ્ચિમના દૂંકાશે-પવનની ગતિ શરૂઆતમાં ૧૦ થી ૧૫કિ.મી. અને તા.૧૪ થી ૧૬ દરમિયાન, ૧૫ થી રપ કિ.મી.ના ફૂંકાશે. તા. ૧ ૬ આસપાસ સામાન્ય વાદળો છવાવાની શકયતા છે.