હાલ ઘઉં બજારમાં હવે તેજી પૂરી થઈ ગઈ છે. વૈશ્વિક બજારો તુટતા અને ઘરઆંગણે પણ આવકો વધી ગઈ હોવાથી ઘઉનાં ભાવમાં એક જ દિવસમાં ક્વિન્ટલે રૂ.૭૫પથી ૧૦૦નો ઘટાડો થયો હતો.
આગામી દિવસોમાં ભાવ હજી દબાય શકે છે. વેપારીઓ કહે છેકે હોળી બાદ ગુજરાતમાં નવા ઘઉંની આવકોમાં વધારો થવાની ધારણાં છે અને ભાવ મણે રૂ.૨૦ થી રપ ઘટી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આજે ત્રણેક લાખ ગુણીની આવક હતી, જેમાં દેવાશમાં ૫૦ હજાર ગુણી, રતલામમાં ૬૦ હજાર ગુણી અને ઈન્દોરમાં ૨૦ હજાર ગુણીની આવક હતી.
રાજસ્થાનમાં કોટામાં ૧૨ થી ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૨૧૫૦ થી ૨૧૭૫અને ટૂકડા એવરેજમાં રૂ.૨૨૦૦ થી ૨૨૩૦ અને ઉપરમાં રૂ.૨૩૦૦નાં ભાવ હતાં.
વેરાવળમાં માર્કેટમાં નવા ઘઉંની બે હજાર બોરીની આવક સામે ભાવ રૂ.૪૫૦ થી ૪૬પનાં ભાવ હતાં.
માર્કેટયાર્ડ કોડીનારમાં ચાર હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૪૪૦ થી ૪૬પનાં ભાવ હતાં.
રાજકોટ યાર્ડમાં ૭ થી ૮ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૬૭થી ૪૪૭૧, સારી ડક્વોલિટીમાં રૂ.૪૭૫ થી ૫૦૦ અને સુપરમાં રૂ.૫૦૫ થી ૬૪૦નાં ભાવ હતાં.
ગોંડલમાં માર્કેટ યાર્ડમાં ઘઉંની ૧૨ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ મિલબરનાં રૂ.૪૨૦ થી ૪૬૦, એવરેજ ટૂકડામાં રૂ.૪૭૫ થી ૪૮૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૫૦૦ થી ૬૦૦ ભાવ હતાં. લોક્વનનાં ભાવ રૂ.૪૭૦ થી ૪૯૦નાં હતાં.
હિંમતનગરમાં નવા ઘઉની ૪૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૪૫૦ થી ૪૭૦નાં હતાં. મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૦૦ થી ૫૨૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૫૪૦થી ૫૭૫નાં ભાવ હતાં.
- ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો
- નાશીકમાં ડુંગળીની આવકો વધતી ન હોવાથી લોકલ ડુંગળીના ભાવમાં સ્થિરતા
- મગફળીમાં મિલોનાં વેપારોમાં ઉછાળો આવતા મગફળીના ભાવમાં તેજીનો માહોલ
- ચણાની નવી આવકોમાં વધારો થતા ચણાના ભાવમાં ઉછાળો
મોડાસામાં ૬૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૪૬૧ થી ૫૫૩નાં ભાવ હતાં. ઈડરમાં ૩૦૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૪૫૮ થી ૫૫૦૦નાં હતાં.