મગફળીના ભાવમાં વધઘટે વચ્ચે, ગોંડલ મગફળીના ભાવમાં આવ્યો સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં ભાવ અથડાતા રહ્યાં છે. નાફેડની છેલ્લા બે-ત્રણ દિવશથી વેચવાલી શરૂ થઈ છે, પરંતુ નાફેડ મગફળીનાં ભાવ પણ ઊંચા હોવાથી લોકલ બજારમાં હજી ખાસ તેની કોઈ અસર જોવા મળતી નથી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર છે.

ગોંડલમાં આજે સારી મગફળીમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. નાફેડની મગફળીનાં ઓક્શનમાં ઊંચા ભાવ રૂ.૫૮૧૧ની બીડ પડી હતી, જે મુજબ મણનો મગફળીમાં ભાવ રૂ.૧૧૬૨ જેવો થાય છે. પરિણામે નાફેડની મગફળીમાં જો બીડ ઊંચી આવશે તો લોકલ પીઠાઓ પણ ન ઘટે તેવી સંભાવનાં છે.

ગોંડલમાં મગફળીનાં વેપાર ૨૪ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-૨૦માં રૂ.૧૧૦૦થી ૧૧૯૦, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧રપનાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

નાફેડની મગફળીમાં રૂ.૫૮૧૧ અને મણનાં રૂ.૧૧૬૨.૨૦ સુધીની ઊંચામાં બીડ આવીઃ વેપારો ઠંડા…

રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૩૦થી ૧૦૮૦, ર૨૪ નંબર રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૦૮૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૭૦ થી ૧૧૮૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ અને ૯૯ નંબરમાં રૂ.૧૦૬૦થી ૧૦૯૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૫૦, જી-૩૭નાં ભાવ રૂ.૯૦૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૫૦ અને રોહીણીમાં રૂ.૬૫૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૦૦થી રૂ.૧૧૫૦ સુધીનાં ભાવ હતાં.

મહુવામાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૧૦૯૬ થી ૧૨૮૦ અને જી-૨૦માં રૂ.૬૮૮૨ થી ૧૧૭૯નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close