દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં.

કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ કરોડ મણ કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો તેમાંથી અત્યાર સુધીમાં ૬૬ કરોડ મણ કપાસની આવક થઇ ચૂકી હોઇ હવે મક્કમ ખેડૂતો અને ટ્રેડર્સના હાથમાં આવી ગયો હોઇ હવે આવક વધવાની કોઇ ધારણા નથી.

નોર્થમાં કપાસના ભાવ મણના રૂ.૧૧૮૦ થી ૧૨૨૫ સુધી બોલાતા હતા. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારો કપાસ રૂ।.૧૨૦૦થી નીચે મળતો નથી આથી ગુજરાતમાં દેશાવરના કપાસની આવક સતત ઘટી રહી છે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને અઢી લાખ મણની હતી અને કડીમાં દેશાવરના કપાસની આવક માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કડીમાં મંગળવારે મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી , આંધ્રની ૮-૧૦ ગાડી અને કર્ણાટકની ૭-૮ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૩૦, આંધ્ર પ્રદેશ કપાસના ભાવ રૂ.૧૧૭૦ થી ૧૨૩૫, કર્ણાટક કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૨૫૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૨૧૦ ભાવ બોલાતા હતા. સોમવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે આવક ઘટીને ૯૦ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૬૦ અને ઊંચામાં રૂ.૧૨૨૦ થી ૧૨૩૫ બોલાયા હતા.

સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસના ભાવ રૂ।.૧૦ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ રૂ.૫ સુધર્યા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૨રપ થી ૧૨૪૫ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૭૫ થી ૧૧૮૦, મિડિયમ ડકવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૬૯ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૩૫ થી ૧૧૫૦ ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂના ભાવ રૂ.૧૨૧૦ થી ૧૨૧૫ હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment