દેશમાં કપાસની આવક ધટતા, ગુજરાતમાં કપાસના ભાવમાં વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક સોમવારે એક લાખ ગાંસડી એટલે કે ૨૪ લાખ મણ જ કપાસની આવક થઇ રહી છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં નોંધપાત્ર આવક નથી.

નોર્થમાં આવક સતત ઘટી રહી હોઇ સોમવારે ત્યાં કપાસના ભાવ માં મણે રૂ।.૫ સુધર્યા હતા અને ભાવ મણના રૂ.૧૧૮૦ થી ૧૨૪૦ ક્વોટ થઇ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં ગામડે બેઠા રૂ।.૧૨૦૦માં સોદા થવા લાગતાં મહારાષ્ટ્રના કપાસ બહાર જતાં અટકી ગયા છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં આવક હવે સાવ તળિયે પહોંચી ગઇ છે. તેલંગનામાં ૯ હજાર ગાંસડી એટલે કે સવા બે લાખ ગાંસડી જ કપાસની આવક થઇ છે. આંધ્ર-કર્ણાટકમાં પણ કપાસની આવક તળિયે પહોંચી છે.

મહારાષ્ટ્રના ગામડે બેઠા કપાસના રૂ.૧ર૦૦ બોલાતા કડોમાં કપાસની આવક ઘટી…

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ થી સવા ત્રણ લાખ મણની જળવાયેલી હતી અને કડીમાં દેશાવરના કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. કડીમાં સોમવારે મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી , આંધ્રની ૮-૧૦ ગાડી અને કર્ણાટકની ૭-૮ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧રરપ, આંધ્ર પ્રદેશ કપાસના ભાવ રૂ।.૧૧૭૦ થી ૧૨૩૦, કર્ણાટક કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૨૪૫ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૨૦૦ ભાવ બોલાતા હતા. સોમવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૫ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને ૧.૨૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૨૨૦ થી ૧૨૩૫ બોલાયા હતા.

સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસના ભાવ રૂ।.૫ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ ટકેલા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૨૨પ૫ થી ૧૨૩૫ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૭૫ થી ૧૧૮૦, મિડિયમ કવોલીટીના રૂ।.૧૧૫૦ થી ૧૧૬૯ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૩૫ થી ૧૧૫૦ ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂના ભાવ રૂ।.૧૨૦૦ થી ૧૨૧૦ હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment