ગુજરાત વેધર અશોક પટેલ : આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ, બુધવારે વધારે અસર રહેશે…

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આવતીકાલથી શિયાળાનું આગમન થઈ ગયું હોવા છતા હજુ કાતિલ ઠંડી શરૂ થઈ નથી અને તેના બદલે હવામાન પલ્ટાનો દોર હોય તેમ આવતીકાલથી બીજી ડિસેમ્બરે વધુ એક વખત કમોસમી વરસાદ- માવઠા થવાની આગાહી, જેમાં બુધવારે વધુ અસર જીવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

અશોકભાઈ પટેલે વાતચીતમાં કહ્યું હતું કે, હાલમાં ઠંડીનો માહોલ જોવા મળતો નથી. કેટલાક દિવસોથી મહત્તમ અને ન્યુનત્તમ એમ બન્ને તાપમાન નોર્મલ કરતા ઉચા રહ્યા છે. જેમ કે, અમરેલી ૩૩ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચ ), રાજકોટ ૩૪.૩ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉચુ), અમદાવાદ ૩૪.૫ (નોર્મલથી ૪ ડિગ્રી ઉચુ), કંડલા ૩૨.૭ ડિગ્રી (નોર્મલથી ૩ પ્રીત) તેવી જ રીતે ન્યુનતમ તાપમાન અમરેલી ૧૮ ડિગ્રી (નોમલથી ૩ ડિગ્રી ઉચ), રાજકોટ ૧૮.૩ ડિગ્રી (નોર્મલથી ૨ ડેગ્રી ઉંચુ), અમદાવાદ ૧૬.૯ડિગ્રી (નોમંલથી ર ડિગ્રી ઉંચુ), કંડલા ૧૮.૬ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ) તે નોર્મલ એક ડિગ્રીએ હતું.

આજથી તા. ૩૦ના સાંજથી અસર દખાવા લાગશો : મુખ્ય અસર સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં તા. ૧ ડિસેમ્બરના જોવા મળશે. તા. ૨ ડિસેમ્બરના મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અસર જોવા મળશે…

બીજી તરફ શ્રીલંકા અને દક્ષિણ ભારતના કોમોરીન એરીયા ઉપર સાયકલોનીક સરક્યુલેશન ૧ .૫થી ૩ કિ.મી.ના લેવલે હતું, તે દક્ષિણ આંદામાનના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે તે હવે વેલમાર્ક લો-પ્રેશર થશે અને તેનાથી પણ મજબૂત થશે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશન શરૂઆતમાં ઉત્તર ઉત્તર પાશ તરફ ગતિ કરશે. વેસ્ટર્ન ડિર્સ્બન્સ આવતીકાલથી સક્રિય થશે. શરૂઆતમાં આંધ્રપ્રદેશ તરફ ગતિ કરશે અને ત્યારબાદ ૩થી ૪ ડિસેમ્બરના આંધ્રપ્રદેશ તથા ઓડિશાને અસરકર્તા રહેશે.

ઉત્તર ગુજરાત છૂટોછવાયો હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા, અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તથા કચ્છમાં પણ માવઠાની વધુ અસર જોવા મળશે…

આજે તા. ૩૦ના સાંજથી અસર દેખાવા લાગશે. ત્યારબાદ ૩થી ૪ ડિસેમ્બરના આંધ્રપ્રદેશ તથા ઓડિશાને અસર કરશે. મુખ્ય અસર સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં તા. ૧ ડિસેમ્બરના જોવા મળશો. તા. ર ડિસેમ્બરના એમ.પી. અને પૂર્વ રાજસ્થાનમાં અસર કરશે. જેથી લો પ્રેશર બનશે જેથી આવતા દિવસોમાં આ લો પ્રેશર મજબૂત બનશે અને તા.૩ ડિસેમ્બર સુધીમાં આ લોપ્રેશર આંધ્ર તરફ જશે.

જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો તો એકલ – દોકલ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે…

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે તા.૩૦ થી રૂફની ધરીથી ૫.૮ કિ.મી.ના ઉપલા લેવલના ઉત્તરપૂર્વીય બાજુના પવન ફૂંકાશે એટલે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનને અસર થશે. અપર એર સાયકલોનિક સરકયુલેશન ઉત્તર-ઉત્તર પશ્ચીમ તરફ ગતિ કરશે, જેમાં જૂનાગઢ જીલ્લો, ગીરસોમનાથ જીલ્લો, અમરેલી જીલ્લો, ભાવનગર જીલ્લો, બોટાદ જીલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ભારે તો એકલ – દોકલ વિસ્તારોમાં અતિ ભારેવરસાદ પડશે.

વધુ અસરકતા વિસ્તારો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ ભારે તો એકલ – દોકલ વિસ્તારોમાં અતિ ભારે કમોસમી વરસાદ પડશે : અશોકભાઈ પટેલ…

અપર એર સાયકલોનિક સરકયુલેશન ઉત્તર-ઉત્તર પશ્ચીમ તરફ ગતિ કરશે, જયારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જીલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો તો એકલ – દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે, તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન એમ ચાર રાજ્યોમાં માવઠા-કમોસમી વરસાદની શકયતા રહેશે.

આ દરમિયાન દરિયાકાંઠાનો લાગુ વિસ્તારોના વિશે પ્રભાવ રહેવાની શકયતા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદમાં વધુ અસર રહેશે. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ વધુ અસર રહેશે. આ ક્ષેત્રો-જિલ્લાઓમાં કે ઘણા વિસ્તારોમાં હળવો-મધ્યમ કે ભારે વરસાદ થવાની શકયતા છે.

અશોક પટેલે એ સ્પષ્ટ કર્યું કે સમુદ્રમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુકત અસરથી કમોસમી વરસાદના સંજોગો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં કોઈ બદલાવ થાય તો માવઠામાં સ્થળ અને માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment