સીસીઆઇ કપાસ ની ખરીદી ઘટાડશે તે સમાચારથી દેશાવરમાં આવક ઘટી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક શુક્રવારે ક્રિસમસની રજાને કારણે ઘટી હતી પણ શતિવારે કોઈ રજા ન હોવા છતાં બે લાખ ગાંસડીથી ઓછી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં સમાન્ય રીતે ૮૦ થી ૯૦ હજાર ગાંસડી કપાસની આવક રહેતી હોય છે તે છેલ્લા બે દિવસથી ૫૦ હજાર ગાંસડી કરતાં પણ ઓછી રહે છે.

તેલંગાનામાં કપાસની આવક મોટા પ્રમાણમાં ઘટી હતી. સીસીઆઈ દ્રારા કપાસની ખરીદો ધીમી કરવાના સમાચારને પગલે દેશભરમાં કપાસના ભાવ ઘટયા હતા.

ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક શનિવારે જળવાયેલી હતી પણ કપાસના ભાવ સારી કવોલીટીમાં મજબૂત રહ્યા હતા પણ નબળી કવોલીટીમાં સતત બીજે દિવસે મણે રૂ।.૫ ઘટયા હતા.


સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે વધીને ૧.૭૦ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૩૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૪૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૨૨૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૪૫ થી ૧૦૬૦ હતા.

યાડોમાં આજે નવા કપાસના ભાવ સારી ક્વોલીટીમાં મણે રૂ।.૫ ઘટયા હતા પણ નબળી કવોલીટીમાં મણે રૂ।.૧૫ થી ૨૦ ઘટયા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા વેપાર શનિવારે રૂ.૧૦૭૦ થી ૧૧૦૦ જ થયા હતા.


જીનપહોંચ કપાસના ભાવ શનિવારે ટકેલા હતા. શનિવારે જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૩૫ થી ૧૧૪૦ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment