સારી ક્વોલિટીની મગફળીની આવકો ઘટીઃ ભાવમાં મજબૂતાઈનો માહોલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સીંગતેલની પાછળ મગફળીની બજારમાં પિલાવાળાની માંગ સારી હોવાથી બજારો સારા છે, પંરતુ હવે બજારમાં સારા માલ બહુ ઓછા આવે છે, જેને પગલે બજારમાં આગળ ઉપર સુધારો આવી શકે છે. શનિવારે ક્વોલિટી મુજબ મણે રૂ.પ થી ૧૫નો સુધારો થયો હતો.

ગોંડલમાં રવીવારની નવી આવકો ઉપર બજારનો મોટો મદાર

મગફળીનાં સૌરાષ્ટ્રનાં બે-ત્રણ ટ્રેડડરો સાથે થયેલી વાતચીતનો સૂર એવો છેકે એકવાર ચાઈનાથી રેગ્યુલર પેમેન્ટ આવતું થાય તો સીંગતેલમા ઝડપથી તેજી આવી શકે છે અને મગફળી પણ સુધરશે.

ખેડૂતોએ આ વર્ષે સારી ક્વોલિટીની મગફળીમાં સિઝનની શરૂઆતમાં જ ઊંચા ભાવ હોવાથી વેચાણ કરીને બેઠા છે, પરિણામે હવે સારો માલ બહુ ઓછો છે અને શોધવો પડે છે. આવી સ્થતિમાં બજારમાં સારી ક્વોલિટીની મગફળીમાં આગળ ઉપર ભાવ સુધરી શકે છે.


જામનગર બાજુ ૬૬ અને ૯ નંબરની મગફળી તો હવે બહુ આવતી નથી અને જે આવે છે તે ચાલુ માલની જ આવે છે. ગોંડલમાં પણ આવી જ સ્થિતિ છે.

ગોંડલમાં ૨૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૧૦૮૦, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦ થી ૧૧૧૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.


રાજકોટમાં ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૬૭૦થી ૧૦૭૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૯૫૦ થી ૧૦૭૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૯૯૦, જી-ર૦માં રૂ.૬૮૦ થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦ થી ૧૦૫૦ અને એક એન્ટ્રી રૂ.૧૧રપની હતી. ૯૯ નં.માં રૂ.૧૦૩૦ થી ૧૦૭૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૫૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૧૦રપ, ૬૬ નંબરમાં રૂ.૬૦૦ થી ૧૦૪૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦ થી ૧૦૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૪૭૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ  રૂ.૬૭૦ થી ૧૨૪૦, જી-પમાં રૂ.૬૩૯ થી ૧૨૧૫ અને જી-૨૦માં રૂ.૮૮૨ થી ૧૦૭૮નાં ભાવ હતાં.

ડીસામાં ૮૫૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૧ થી ૧૧૩૫નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment