મગફળીના ભાવ ઘટતાં રહે ત્યાં સુધી ખેડૂતો એ વેચાણ કરવું કે નહિ?

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સીંગદાણા અને સીંગતેલના નિકાસકારો ભારે નાણાભીડને સામનો કરી રહ્યા છે જો કે ધીમે ધીમે ચીન ખાતે થયેલા પૈસા છૂટા થવા લાગતાં ધીમે ધીમે નાણાભીડ ઓછી થઈ રહી છે.


છેલ્લા પંદર દિવસથી ચીન સાથે સીંગતેલ કે સીંગદાણાના નવા કોઇ વેપાર પણ થયા નથી. બે દિવસ અગાઉ સીંગતેલના વેપાર ચીન સાથે નવા થયાની બજારમાં ચર્ચા હતી પણ હજુ સુધી કોઈ નિકાસકારે આ વાતનું સમર્થન આપ્યું નથી.

મગફળીના ભાવ ઘટતાં રહે ત્યાં સુધી ખેડૂતો વેચવામાં ઉતાવળ ન કરે

આ વર્ષે અન્ય ખાવાના તેલ કરતાં સીંગતેલ મોંઘું હોઈ સીઝનની માગ પણ દર વર્ષ જેટલી રહી નથી તેવું વેપારીઓ કહી રહ્યા છે પણ ગામડે-ગામડે શરૂ થયેલા ઘાણામાં માગ સારી હોવાની માહિતી મળી રહી છે.


મગફળીના ખેડૂતો માટે હજુ કમાણી કરવાના દિવસો આવ્યા નથી જ્યાં સુધી ભાવ ઘટી રહ્યા છે ત્યાં સુધી ખેડૂતો મગફળી વેચવાની ઉતાવળ ન કરે. આગળ જતાં મગફળીના ભાવ સુધરવાની સો ટકા શક્યતા છે અને મગફળીના ભાવ થોડા સુધરે ત્યારે ખેડૂતો મગફળીની વેચીને નવરા થાય.

મગફળીના ભાવ મણના રૂ.૧૧૦૦ થાય ત્યારે ખેડૂતોએ મગફળી વેચી દેવી જોઈએ તેનાથી વધારે ભાવ થવાની શક્યતા બહુ જ ઓછી છે. જો ખેડૂતો વધુ ભાવનો લોભ રાખશે તો આ વર્ષે સસ્તા ભાવે પાછળથી વેચવાનો વારો આવી શકે છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment