સફેદ ડુંગળીના ભાવ સ્થિર: મહુવામાં લાલ ડુંગળીના ભાવ ઊંચા બોલાયા

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

ડુંગળીનાં ભાવ માં મજબૂતાઈ જોવામળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે ત્યાં બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો-થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે.

શુક્રવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૩૧૯ હતા અને ૪૦ હજાર થેલાનાં વેપાર હતા. જ્યારે સફેદની ૧.૧૦ લાખ થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૪૧થી ૨૦૬નાં હતા.

રાજકોટમાં નબળી ક્વોલિટીમાં નીચામાં મણનાં રૂ.૫૦ બોલાયાં…

રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૫૦થી ૧૭૦ પ્રતિ ક્વિન્ટલ બોલાતાં હતાં. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીનાં ભાવ ૧૭ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૮૧થી ૨૪૧ અને સફેદમાં ૧૮ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૩૧થી ૧૭૧નાં ભાવ હતાં.

Leave a Comment