ગુજરાતમાં ડુંગળીની આવકમાં ધટાડો થતા ડુંગળીનાં ભાવ મજબૂત સપાટી પર અથડાશે


હાલ ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ થઈ ગયા છે. ગુજરાતમાં હાલ એક માત્ર મહુવામાં હરાજી ચાલુ છે, એ સિવાયનાં તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી બંધ પડી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

ડુંગળીની બજારમાં આગળ ઉપર ભાવ વધશે કે ઘટશે તે અંગે હાલ અનિશ્ચિતતા વધારે છે. કોરોના વાયરસની સ્થિતિ હજી એક મહિનો હળવી થાય તેવું લાગતું નથી. જૂન મહિનાથી સ્થિતિ સામાન્ય બન્યા બાદ ડુંગળીની બજારમાં સુધારો આવી શકે છે.

હાલ તમામ સેન્ટરમાં આવકો ખાસ થતી નથી અને મોટા ભાગનાં યાર્ડો બંધ પડ્યાં છે. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, રાજસ્થાન કે પછી મધ્યપ્રદેશમાં મંડીઓ બંધ જ પડી છે અને વેપારીઓને કોઈ જ વેપાર કરવામાં રસ નથી, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.


ડુંગળીની બજારમાં આગળ ઉપર ભાવ ઘટે તેવા ચાન્સ હાલ દેખાતા નથી, પંરતુ વધવાનાં ચાન્સ હાલ બહુ નથી. એક વાર કોરોના કેસ ઓછા થયા બાદ ધીમી ગતિએ હોટલ-રેસ્ટોરન્ટ ચાલુ થશે તો ડુંગળીની બજારમાં સુધારો આવી શકે છે.

પરિણામે ખેડૂતોએ સારી ડુંગળી સ્ટોર કરી રાખવી અતે નબળી ડુંગળી બજારમાં ઠલવતી રહે, જેમાં સરવાળે ફાયદો છે.

Leave a Comment