ડુંગળીના ભાવમાં વધારો: કેટલો થયો ડુંગળીનો ભાવ ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીની બજારમાં હાલનાં તબક્કે થોડા-થોડા નિકાસ વેપારો છે અને રાજસ્થાન લાઈન પૂરી થઈ ગઈ હોવાથી નાશિક અને સૌરાષ્ટ્રમાંથી વેપારો નીકળી રહ્યાં છે. ગોંડલ બાજુ પણ આવકો ઓછી છે, જેને પગલે સરેરાશ મણે રૂ.૨૦થી રપનો વધારો જોવા મળ્યો હતો.

મહુવામાં લાલ ડુંગળીની ૧૫ હજાર થેલાની આવક હતી અને મહુવા ડુંગળીનાં ભાવ રૂ.૧૭૦થી ૬૩૦નાં હતાં. જ્યારે સફેદમાં ૧૫૬૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.રપ૦થી ૪ર૬નાં બોલાયાં હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીની ૩૬૦૦ ગુણીની આવક સામે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૧૦૧થી ૫૧૧ અને સફેદની ૫૯૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૬૧થી ૩૪૬નાં ભાવ હતાં.

રાજકોટમાં ૨૦૦૦ ક્વિન્ટલની આવક હતી અને રાજકોટ ડુંગળીનાં ભાવ રૂ.ર૩૦થી ૪૬૦નાં ભાવ હતાં.

ડુંગળીની બજારમાં આગળ ઉપર સરેરાશ બજારનો ટોન મજબૂત છે. બજારમાં નવી આવકો વધશે એટલે સરેરાશ ડુંગળીનાં ભાવ માં ફરી ઘટાડો આવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment