દેશભરમાં કપાસની આવક સતત ત્રીજા દિવસે ઘટતાં ભાવ સુધાર્યા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં મકરસંક્રાંતિ અને પોંગલના તહેવારોને પગલે સતત ત્રીજે દિવસે કપાસની આવક ઘટી હતી. દેશમાં બુધવારે કપાસની આવક ૧.૬૪ થી ૧.૬૭ લાખ ગાસંડી એટલે કે ૩૯ થી ૪૦ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. ઉત્તર ભારતમાં કપાસની આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

મહારાષ્ટ્ર ગુજરાત અને તેલંગાનામાં જો મકરસંક્રાતિ પછી કપાસની આવક ધારણા પ્રમાણે નહીં વધે તો દેશમાં કપાસની મોટી શોર્ટજ ઉભી થવાની શક્યતા અગ્રણીઓ બતાવી રહ્યા છે ખાસ કરીને કપાસમાં કવોલીટીનો ઇસ્યુ દરેક સેન્ટરમાંથી જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં બુધવારે કપાસની આવક માર્કેટયાર્ડોમાં ૨.૬૦ લાખ મણની અને જીનપહોંચ, દેશાવરની આવક થઇને કુલ ૧૧ થી ૧૨ લાખ મણની આવક હતી. કડીમાં બુધવારે કુલ ૭૫૦ થી ૮૦૦ ગાડીની કપાસની આવક હતી જેમાં મહારાષ્ટ્રના કપાસની આવક ૩૫૦ ગાડીની અને મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૦૮૦ થી ૧૧૮૦ હતો.

આંધ્રની ૧રપ ગાડી અને આંધ્રપ્રદેશ કપાસના ભાવ રૂ।.૧૧૦૦ થી ૧૧૭૦, કર્ણાટકની ૮૦ ગાડી અને કર્ણાટક કપાસના ભાવ રૂ।.૧૧૦૦થી ૧૨૦૦ તથા કાઠિયાવાડની ૧૨૦ ગાડી અને ભાવ રૂ.૧૧૩૦ થી ૧૧૮૫ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે દોઢ લાખ મણની આવક હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦રપ થી ૧૦૩૦ અને ઊંચામાં રૂ.૧૧૬૫થી ૧૧૮૦ બોલાયા હતા.


ગુજરાતમાં ખાસ કરીને કડીમાં બુધવારે ગુજરાત કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ૨૦ અને સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં મણે રૂ।.૧૦ થી ૧૫નો વધારો થયો હતો. જીનપહોંચ કપાસના ભાવ રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા.

જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના ભાવ રૂ।.૧૧૮૦ થી ૧૧૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૪૦ થી ૧૧૪૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧૨૫ ભાવ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment