ડુંગળીમાં આવકો વધવાની ધારણાએ ભાવમાં નરમાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીમાં આવકો વધવાની ધારણાએ સરેરાશ ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ડુંગળીમાં ખાસ કરીને સફેદની આવકોમાં હવે વધારો જોવા મળશે અને તેનાં ભાવ ઝડપથી નીચે આવી જાય તેવી ધારણાં છે. સારી ક્વોલિટીનાં ડુંગળીનાં ભાવ લાલની તુલનાએ સહેદનાં નીચા આવી ગયા છે, જે આગામી દિવસોમાં વધુ નીચા જશે.

મહુવામાં લાલ ડુંગળીની ર૪ હજાર કટ્ટાની આવક હતી અને મહુવા ડુંગળીનાં ભાવ રૂ.૨૦૦થી પ૮રનાં હતાં. જ્યારે સફેદની ૧૮૪૭૬ કટ્ટાની આવક સામે ભાવ રૂ.રરપથી ૪૫૧નાં જોવા મળ્યાં હતાં.

ગોંડલમાં લાલની ૧૨ હજાર ગુણીની આવક સામે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૯૧થી ૫૫૧ અને સફેદની ૧૦ હજાર ગુણીની આવક સામે ભાવ રૂ.૧૮૬થી ૩૫૬નાં ભાવ હતાં.

રાજકોટમાં ૩૪૦૦ ક્વિન્ટલની આવક સામે રાજકોટ ડુંગળીનાં ભાવ રૂ.ર૩૦ થી ૪પ૦ જોવા મળ્યાં હતાં. ડુંગળીની બજારમાં ભાવ જેમ-જેમ આવકો વધશે તેમ બજારો ધીમી ગતિએ નીચા આવી જશે. હાલ નિકાસમાં ખાસ કોઈ વેપારો થત્તા નથી, પરિણામે ટેકો મળતો નથી.

Leave a Comment