દેશમાં રજાનો માહોલ હોઇ કપાસમાં થોડા કામકાજથી ભાવ ટકેલા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં મકરસંક્રાંતિ અને પોંગલનો માહોલ હજુ ચાલુ હોઇ શુક્રવારે રૂની આવક ઘટી હતી તેમજ મોટાભાગના માર્કેટ બંધ હતા. દેશમાં શુક્રવારે ૧.૧૦ થી ૧.૧૫ લાખ ગાંસડી રૂની આવક એટલે કે રપ લાખ મણ કપાસની આવક થઇ હતી.

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખાસ આવક નહોતી પણ ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેસમાં થોડી આવક હતી. ગુજરાતમાં શુક્રવારે કપાસની આવક માર્કેટયાર્ડોમાં ૧.૧૦ લાખ મણની અને જીનપહોંચ, દેશાવરની આવક થઇને કુલ ૮ થી ૯ લાખ મણની આવક હતી.

કડીમાં શુક્રવારે વાસી ઉતરાયણને કારણે રજાનો માહોલ હતો સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે ૭૦ હજાર મણની આવક હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૭૫ થી ૧૧૯૦ બોલાયા હતા.

ગુજરાતમાં કપાસના ભાવ રજાના માહોલને કારણે ટકેલા હતા પણ સૌરાષ્ટ્રમાં ભાવ ઊંચા બોલાતા હતા પણ કોઈ લેવાલ નહોતા. જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩પ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૮૦ થી ૧૧૯૦ બોલાતા હતા.

એવરેજ સુપર ક્વોલીટીના રૂ.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ કવોલીટીના રૂ।.૧૧૪૦ થી ૧૧૪૫ અને એકદમ એવરેજ ક્વોલીટીના કપાસના ભાવ રૂ.૧૧૧૦ થી ૧૧૨૫ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment