મગફળીમાં ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં મોટા ભાગનાં સેન્ટરમાં પાંખી વેચવાલી જોવા મળી રહી છે. ખેડૂતો હવે ઉનાળુ વાવેતરની તૈયારીમાં પડ્યાં છે અને મગફળીનાં ભાવ છેલ્લા બે-ત્રણ દિવસથી સ્ટેબલ છે. દાણાવાળાની ઘરાકી સારી હતી, પંરતુ શનિવારે તે અટકી હતી.

આગામી દિવસોમાં મગફળીનાં બિયારણ ભાવ સાથે ઘરાકી હજી જીણા માલમાં નીકળી શકે છે. આ વર્ષે ઉનાળુ વાવેતર ન ધારેલું થાય તેવી ધારણાં છે. ખરીફ જેમ ઉનાળામાં પણ ખેડૂતોની પહેલી પસંદગી આ વર્ષે મગફળી જ રહેવાની છે અને ત્યાર બાદ બાજરી કે તલનાં વાવેતર કરશે. પરિણામે બિયારણની માંગ મોટી નીકળશે.

ગોંડલમાં મગફળીની ૨૦ હજાર ગુણીની આવક હતી અને વેપાર ર૨૩ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦થી ૧૧૧૦, રોહીણીમાં રૂ.૬૯૦૦થી ૧૧૨૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧૧૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૮ હજાર ગુણીની આવક હતી અને ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૨૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૫૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૧૦૦૦થી ૧૧૭૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૭૦થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૪૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૦૦થી ૧૧૪૦નાં ભાવ હતાં.

મોટા ભાગનાં સેન્ટરમાં મગફળીની આવકો ઘટવા લાગી: ખેડૂતો ઉનાળુ વાવેતરમાં પડ્યાં…

જામનગરમાં ૩૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-ર૦માં રૂ.૮૫૦ થી ૧૧૨૫, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૯૦ અને રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.


મહુવામાં ૨૮૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ માં રૂ.૧૦૫૦ થી ૧૨૪૧ અને જી-૨૦માં રૂ.૬૬૮ થી ૧૧૮૩નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૧૦૧૧થી ૧૨૦૦નાં ભાવ હતાં.

હીંમતનગરમાંર૦૦૦ ગુણીની આવક હતીઅને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૧૫૦થી ૧૪૯૬ સુધીનાં ભાવ બોલાયાં હતાં. બિયારણ ક્વોલિટીમાં જ ઊંચા ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment