ઘઉંના ભાવમાં તેજીઃ ગુજરાતથી મ્યાનમાર ૫૦ હજાર ટન નિકાસ થશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે અને બીજી તરફ ગુજરાતનાં પોર્ટ પરથી મ્યાનમાર માટે ૫૦ હજાર ટન ઘઉનાં નિકાસ વેપારો થયા છે. ઘઉંમાં એકધારા અિકાસ વેપારોને પગલે લોકલ બજારમાં પણ લાલચોળ તેજી આવી છે અને શનિવારે મોટા ભાગનાં ઘઉંનાં ભાવ ક્વિન્ટલે રૂ.૨પથી ૫૦ની તેજી આવી ગઈ હતી.

ઘઉંની નિકાસ બજાર સાથે સંકળાયેલા ટ્રેડરોનાં જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાંથી કંડલા બંદર ઉપરથી મ્યાનમાર માટે ૫૦ હજાર ટન ઘઉંના નિકાસ વેપારો થયા છે અને સરેરાશ આ વેપારો ૨૧૦થી ૨૨૦ ડોલર પ્રતિ ટન ફ્રીઓનબોર્ડની શરતે થયા છે. ભારતીય બજારમાં ઘઉનાં ભાવ ગત વર્ષની તુલનાએ નીચા હોવાથી અને વૈશ્વિક ઘઉનાં બજાર ભાવ સતત વધી રહ્યાં હોવાથી ધૂમ નિકાસ વેપારો થઈ રહ્યાં છે.

ભારતમાંથી સત્તાવાર રીતે એપ્રિલથી નવેમ્બરમાં ૭.૫૦ લાખ ટન ઘઉંની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૧.૫૫ લાખ ટનની થઈ હતી. ઘઉંમાં નિકાસ વેપારોને પગલે ભાવમાં આજે ડક્વિન્ટલે રૂ.૨પથી ૫૦ની તેજી આવી હતી.


ઘઉંનાં નિકાસ વેપારો ૨૧૦ થી ર૨૦ ડોલરમાં થયા: લોકલમાં લાલચોળ તેજી…

અમદાવાદની મિલોનાં ભાવ આજે વધીને રૂ.૧૯૭૫ બોલાયાં હતાં. જ્યારે આઈટીસીનો ગાંધીધામ ઘઉંનો ભાવ રૂ.૨૦૭૦ સુધી બોલાયો હતો. જ્યારે સોનું ટ્રેડિંગ કંપનીનાં ભાવ રૂ.૧૯૮૦ બોલાયાં હતાં.

ગુજરાતમાં નવા ઘઉં તાજેતરમાં ગોંડલ અને કેશોદમાં દેખાયા હતા, પરંતુ હજી રેગ્યુલર નવા ઘઉંની આવકો શરૂ થતા દશેક દિવસ નીકળી શકે છે. બીજી તરફ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વેસેલ્સ અને લોકલ કંપનીઓ કન્ટેનર મારફતે મોટા પાયે નિકાસ કરી રહી હોવાથી લોકલ બજારમાં તેજી-તેજી જોવા મળી રહી છે. જોકે ઘઉંનાં ભાવમાં હજી રૂ.રપથી ૫૦ની તેજી આવ્યાં બાદ બ્રેક લાગી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment