ડુંગળીની બજારમાં આજે ઘટાડો થયો હતો. ડુંગળીમાં હાલ ઘરાકી ઠંડી હોવાથી મણે રૂ.૨૦થી રપ ઘટ્યાં હતા. રાજસ્થાનનાં વેપારીઓનાં નામે વોટસએપ મિડીયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીમાં મોટી મંદી થવાની વાતો કરતો મેસેઝ વાયરલ થયો છે.
રાજસ્થાનમાંથી લાલ ડુંગળીની બમ્પર આવકો શરૂ થશે તેવી ધારણાએ મોટી મંદીની વાત આ મેસેઝમાં કરી છે અને ખેડૂતોએ માલ બજારમાં ઠલલવો જોઈએ એવી સલાહ પણ આપી છે, જોકે બજારનાં વેપારીઓ કહે છે કે આવી કોઈ મોટી મંદી થાય તેવી સંભાવનાં હાલ દેખાતી નથી.
મુખ્ય મુદ્દાઓ
ડુંગળીનો વાયરલ મેસેઝ :
તાજેરતમાં પડેલા વરસાદથી અમુક વિસ્તારમાં પાકને અસર થઈ છે, પરિણામે ડુંગળીની તેજી-મંદીનો આધાર સાઉથની-કર્ણાટકની આવકો ક્યારથી શરૃ થાય છે તેનાં પર રહેલો છે. જો સપ્ટેમ્બરમાં વધાર વરસાદ આવે અને નુકસાન થાય તો ચીત્ર બદલાય શકે છે.
મહુવા લાલ ડુંગળી ના ભાવ :
મહુવામાં લાલ ડુંગળીની ૫૩૦૦ થેલાની આવક હતી અને ભાવ રૂ.૧૦૦થી ૪૧૬નાં હતાં. જ્યારે સફેદમાં ૪૭૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૩૧થી ૩૩૦નાં ભાવ હતાં.
ગોંડલ ડુંગળી ના ભાવ :
ગોંડલમાં લાલ ડુંગળીની ૭ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૧૧ના ભાવ હતા. જ્યારે સફેદની ૮૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૦થી ર૧૬નાં ભાવ હતાં.
રાજકોટ ડુંગળી ના ભાવ :
રાજકોટમાં ૩૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૨૬૦નાં ભાવ હતાં. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
નાશીક ડુંગળી નાં ભાવ :
નાશીક લાસણગાંવ મંડીમાં ૧૦૪૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૭૦૦થી ૧૮૦૦નાં હતા અને એવરેજ ભાવ રૂ.૧૪૪૦નાં હતાં. નાશીકમાં પણ છેલ્લા બે-ચાર દિવસમાં ક્વિન્ટલે રૂ.૨૦૦ નીકળી ગયાં છે.