ગુજરાતના ઉત્તર પૂર્વ બોડર વિસ્તારમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ ભારે વરસાદની શક્યતા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

આજે ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદો ગતિવિધિમાં વધારો થઈ શકે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ,આણંદ જિલ્લામાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા તથા ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના.


સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે તો જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા વરસાદની સંભાવના.

કચ્છમાં વરસાદ ના સમાચાર :

કચ્છમાં છુટા છવાયા સ્થળે હળવા ઝાપટા પડવાની સંભાવના.

નોંધ: અહીં મુકવામાં આવતી હવામાનની માહિતી હવામાનના મોડેલના આધારે મુકવામાં આવે છે, તેથી મુકવામાં આવતી માહિતીમાં ફેરફાર આવી શકે છે. માટે હવામાન સબંધી માહિતી અને પરિસ્થિતિઓ માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. અને અહીં આપેલ માહિતને ધ્યાનમાં લઈ કોઈ ખાનગી નિર્ણયો લેવા નહીં.

Leave a Comment