દેશમાં કપાસની આવક નહિવત રહેતા, કપાસ ના ભાવ માં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ન્યુયોક કપાસ વાયદામાં છેલ્લા ચાર દિવસથી સતત તેજીની આગેકૂચ થઇ રહી હોઈ અને સમગ્ર દેશમાં કપાસ ઉગાડતાં રાજ્યોમાં વરસાદની ખેંચ હવે ચિંતાજનક બની રહી છે વળી કોઇ પાસે કપાસનો મોટો જથ્થો નથી.

ઉપરાંત સીસીઆઈ છેલ્લા ચાર દિવસથી રૂના ભાવ વધારતી ન હોઇ કપાસ માર્કેટમાં મજબૂતી છે પણ આવક એકપણ રાજ્યમાં નથી. પ્રાઇવેટમાં કપાસના સોદા ઊંચા ભાવે થઇ રહ્યા છે. દેશાવરમાં કપાસના ભાવ શુક્રવારે મજબૂત રહ્યા હતા પણ કોઈ સોદા થયા ન હોઈ ક્યાંય ભાવ ક્વોટ થયા નહોતા.


વરસાદથી કપાસની સ્તિથી :

સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે કપાસના ઊભા પાકની સ્થિતિ બગડી રહી છે, કેટલાંક વિસ્તારમાં પાણીની સગવડ છે ત્યાં પાણી પાઇને કપાસને બચાવવાના ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. વરસાદની ખેંચ અને વાયદાની તેજીને પગલે કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા.


ગુજરાતમાં કપાસ ની આવક :

કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે શુક્રવો જીન પહોંચ કપાસના ઊંચામાં રૂ.૧૭રપ થી ૧૭૩૦ બોલાતા હતા સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ,અમરેલી અને સાવરકુંડલા કપાસની આવક હતી.

સૌરાષ્ટ્રમાં કપાસ ના ભાવ :

સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક વધીને ૧૯૦૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂ.૧૭૩૧, અમરેલીમાં રૂ.૧૭૫૦ અને સાવસ્કુંડલામાં ઊંચામાં રૂ.૧૭૬૦ હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment