ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

WhatsApp Group Join Now
Telegram Group Join Now


ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.

બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ ભાવ રૂ.૪૦૦ને પાર કરી ગયાં હતાં.


મહુવામાં શનિવારે લાલ ડુંગળીની ૫૫૮૫ થેલાની આવક સામે મહુવા ડુંગળીના ભાવ રૂ.૮૦થી ૪૦૪નાં હતાં. જ્યારે સફેદમાં ૪૪ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૩૦થી ૨૪૧નાં હતાં.

ડુંગળીમાં આગળ વધતી તેજીઃ ભાવ વધી મણનાં રૂ.400 ને પાર…

ગોંડલમાં લાલ ડુંગળીની ૭૭૫૦ કટ્ટાની આવક સામે ગોંડલ ડુંગળીના ભાવ રૂ.૮૧થી ૩૫૧ અને સફેદમાં ૬ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૧થી ૨૦૧નાં હતાં. સફેદનાં ભાવ હજી જોઈએ એટલા વધતા નથી.


નાશીકમાં નાફેડ ડુંગળીની રૂ.૨૨૩૦થી ૨૨૬૦નાં નાશીક ડુંગળીના ભાવ થી એટલે કે મણદીઠ રૂ.૪૪૬નાં ભાવથી ખરીદી કરી રહ્યું છે. પીમ્પલગાંવ મંડીમાં ડુંગળીની ભાવ શનિવારે ઉન્હાલ કાંદામાં ૧૦૦ કિલોનાં ભાવ રૂ.૮૦૦થી ૨૦૪૦ અને ગોલ્ટીમાં રૂ.૩૦૦થી ૧૪૫૦નાં ભાવ હતાં. લાસણગાંવમાં રૂ.૨૨૦૦ ઉપરનાં ભાવ ક્વોટ થયા હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment