ગુજરાતમાં વરસાદ ખેંચાતા કપાસ ના વેપાર ઘટ્યા, કપાસ ના ભાવમાં આવ્યો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ન્યુયોર્ક રૂ વાયદામાં એકધારી તેજી અને ભારતમાં અનેક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટયા બાદ વરસાદના અભાવે કપાસના ઊભા પાકની સ્થિતિ બગડી રહી હોઇ કપાસના ભાવ એકધારા મજબૂત બની રહ્યા છે પણ હવે એકપણ રાજ્યમાં નોંધપાત્ર કપાસનો જથ્થો બચ્યો નથી.

ગુજરાતમાં કપાસની બજાર :

જેમની પાસે કપાસ છે તે ભાવ સતત વધતાં રહ્યા હોઇ વધુ ઊંચા ભાવ મેળવવાની લાલચે કપાસ વેચતો નથી. દેશાવરમાં કપાસના બહુ જ પાંખા વેપાર થઇ રહ્યા છે. આજે દેશાવરમાં કપાસ વેચવાવાળા મણે રૂ।.૧૦ થી ૧૫ ઊંચા બોલતા હતા.


સૌરાષ્ટ્રમાં કપાસ ની બજાર :

સૌરાષ્ટ્રમાં બદુ કપાસ પડયો નથી. માર્કટયાર્ડોમાં કપાસના ભાવ હરરાજીમાં ઊંચા બોલતા હોઇ મોટાભાગના ખેડૂતો માર્કેટયાર્ડમાં કપાસ વેચવાનું પસંદ કરી રહ્યા હોઇ ગામડે બેઠા બહુ પાંખા વેપાર થાય છે.


તામિલનાડુ કપાસ ના ભાવ :

તામિલનાડુનો નવો કપાસ હવે આવતો બંધ થતાં અહીંના કપાસ પર જ જીનો ચાલી રહી છે. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે સોમવારે જીન પહોંચ કપાસના મણે રૂ।.૧૫ થી ૨૦ વધીને ઊંચામાં રૂ.૧૭૫૦ થી ૧૭૫૫ બોલાતા હતા.

કપાસ ના ભાવ સૌરાષ્ટ્ર :

સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે રાજકોટ,અમરેલી અતે સાવરકુંડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ઘટીને ૧૩૫૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં ર્‌।.૧૭૯૦, અમરેલીમાં રૂ।.૧૭૭૫ અને સાવરકુંડલામાં ઊંચામાં રૂ.૧૭૫૦ હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close