ગુજરાતમાં વરસાદનાં અભાવે મગફળીની અવાકમાં ઘટાડો, મગફળી ના ભાવ માં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળી-સીંગદાણાની બજારમાં મજબૂતાઈનો માહોલ છે. વરસાદ ખેંચાયો છે અને સોરાષ્ટ્રમાં તો વરસાદની ૫૦ ટકાની ખાધ છે, જેને પગલે મગફળીનો ઊભા પાક હવે મુરજાય રહ્યો છે.

ગુજરાતમાં મગફળી ની અવાક :

વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં ઉતારામાં હવે ૧૫થી રપ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. જુલાઈમાં મોટા પાકની વાતો કરનારા હવે મગફળીનો પાક ગત વર્ષેથી ઓછો આવશે તેવી વાતો કરવાની શરૂઆત કરી દીધી છે.


ગુજરાતમાં મગફળી નું વાવેતર :

ગત વર્ષથી વાવેતર સાત ટકા ઘટ્યું છે, પંરતુ ઉતારા વધારે ઘટશે તો ઉત્પાદન મોટા પાયે ઘટવાની ધારણાં છે. આવી સ્થિતિમાં મગફળીનાં સ્ટોકિસ્ટો હાલ સારી મગફળી નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. બીજી તરફ નાફેડની મગફળી આરામથી ઊંચા ભાવથી ખપી રહી હોવાથી તેઓ પણ નીચા ભાવથી માલ વેચાણ કરવા તૈયાર નથી.

ગુજરાતમાં સીંગદાણાનાં ભાવમાં પણ તહેવારોની માંગથી બે દિવસમાં ટને રૂ.૨૦૦૦ વધ્યાં….


આગામી દિવસોમાં મગફળીની વેચવાલી અને વરસાદની સ્થિતિ ઉપર બજારનો આધાર છે. જો સપ્તાહ વરસાદ ન આવે તો મગફળીનાં અનેક ખેડૂતોએ આ વર્ષે સારા પાકની આશા માટે નાહી નાખવા જેવી સ્થિતિ થશે.

મગફળી નો ભાવ રાજકોટ :

રાજકોટમાં ૨૩૦૦ ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૧૫૦ થી ૧૩૧૦, ર૨૪ નં. રોહીણીમાં રૂ.૧૧ર૦થી ૧૩૦૦, ૩૯ નં.માં રૂ.૧૧૨ર૦થી ૧૨૪૭૦, જી-ર૦માં રૂ.૧૨૫૦થી ૧૩૮૦, દદ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨૩૦નાં ભાવ હતાં. ઉનાળનાં ભાવ રૂ.૧૧૩૦થી ૧૨૩૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment