અશોક પટેલ વેધર : દક્ષિણ-મધ્ય ગુજરાતમાં તા.૧૭ થી ૨૩ ઓગષ્ટ મધ્યમ-ભારે વરસાદની શકયતા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશમાં ફરી ચોમાસુ સક્રીય થવાના સંકેતો વચ્ચે અનેક ભાગોમાં વરસાદની આગાહી છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ નોંધપાત્ર કે સારા વરસાદની શકયતા ઓછી જ છે. આવતા એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાતના માત્ર ૩૦ ટકા ભાગોમાં જ છુટોછવાયો હળવો-મધ્યમ વરસાદ થાય તેમ છે. બાકીમાં ઝાપટા વરસી શકે તેમ હોવાની આગાહી જાણીતા એનાલીસ્ટ અશોકભાઈ પટેલ વેધર એ કરી છે.

ગુજરાત વરસાદ ની આગાહી :

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી સારો કે સાર્વત્રિક વરસાદ નથી. સમગ્ર દેશમાં વરસાદની ૯ ટકાની  ખાધ છે. ગુજરાત ઉપરાંત ઓડીશા, કેરળ, કાશ્મીર, લદાખ, પંજાબ તથા પુર્વોતર રાજયોમાં વરસાદની ખાધ છે. સૌથી વધુ ૫૦ ટકા ખાધ સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાઈ છે જયારે સમગ્ર ગુજરાત રીજીયનમાં વરસાદની ખાધ ૪૮ ટકા છે.


બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ :

તેઓએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી છે તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરીયાકિનારાની નજીક છે તેને આનુશાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિલોમીટરના લેવલે ફેલાયેલું છે અને વધતી ઊંચાઈએ તે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે.

આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ જવાની શકયતા છે. ચોમાસુ ધરી હિમાલય તળેટીમાં હતી તે હવે નવી સીસ્ટમના પ્રભાવ હેઠળ પુર્વ છેડો ઉતરપ્રદેશયી લોપ્રેસર થઈને મધ્યપુર્વીય ખંભાતની ખાડી સુધી લંબાઈ છે. પશ્ચિમી છેડો ફરી દક્ષિણા તરફ આવશે.

ગુજરાત હવામાન ની આગાહી:

એક વેર્સ્ટન ડિસ્ટબન્સ ૬૭ ડીગ્રી ઈસ્ટ તથા ૨૮ ડીગ્રી નોર્થ પર છે અને ૫.૮ કીમીના લેવલનું ટ્રફ છે. તા.૧૭ થી ૨૩ ઓગસ્ટ સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં થોડા વધુ વિસ્તારોમાં અમુક અમુક દિવસોએ હળવો, મધ્યમ, ભારે વરસાદની શકયતા છે. આ સમયગાળા દરમ્યાન ૨૫મીમી થી ૭૫મીમી (૧ થી ૩ ઈંચ) વરસાદ થઈ શકે છે. વધુ વરસાદવાળા અમુક સેન્ટરોમાં વરસાદની માત્રા ૧૦૦ મીમીથી વધી શકે છે.


સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા :

સોરાષ્ટ્ર, કચ્છ તથા ઉતર ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી માત્રા મામુલી રહેશે. માત્ર 3૦ ટકા વિસ્તારોમાં એકલદોકલ છુટોછવાયો, હળવો, મધ્યમ વરસાદ થવાની શકયતા છે.

અશોક પટેલ ની આગાહી :

વરસાદની માત્રા ૧૫ મીમીથી ૩૫ મીમી રહી શકે છે. બાકીના ૭૦ ટકા વિસ્તારોમાં ૧૫ મીમી સુધીનો વરસાદ થઈ શકે છે. અશોક પટેલ ના સમાચાર મુજબ જો કે એવી ચોખવટ કરી હતી કે વિવિધ આગાહી મોડેલમાં ઘણો તફાવત તથા મતમતાંતર છે. આવા સંજોગોમાં પરિણામમાં ફેરફાર થઈ શકે છે.

Leave a Comment