વિદેશી કપાસની બજારો તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો…

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બુધવારે દેશમાં રૂની આવક સતત બીજે દિવસે ઘટીને ૮ર થી ૮૪ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક રહી હતી. છેલ્લા બે દિવસથી કપાસના ભાવ નિરંતર ઘટી રહ્યા હોઇ તેની અસરે ખેડૂતોની વેચવાલી ઘટી ગઇ છે.

ફોરેન વાયદા છેલ્લા બે અઠવાડિયામાં ૯પ સેન્ટથી ઘટીને ૮૩ થી ૮૪ સેન્ટ થઇ જતાં હવે રૂમાં કોઈ લેવાલ નથી વળી જીનર્સો હવે માર્ચ એન્ડીંગના કારણે નવો કપાસ માપે ખરીદી રહ્યા છે. આ તમામ અસર એક સાથે દેખાવી ચાલુ થતાં કપાસના ભાવ પણ બે દિવસમાં મણે રૂ.૨૫ થી ૩૫ ઘટી ગયા છે.

હાલ સમગ્ર દેશમાં બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી આવક થાય છે. આ બંને રાજ્યોમાં આવક આજે ઘટી હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં આજે કપાસના ભાવ મણે રૂ.૨૦ થી રપ ઘટયા હતા જ્યારે અન્ય રાજ્યોમાં રૂ.૧૫ થી ૨૦ ઘટયા હતા.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડામાં બે લાખ મણની અને દેશાવરની આવક જળવાયેલી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂની કવોલીટી અંગે ફરિયાદો વધી જતાં અને માર્ચ એન્ડીંગને કારણે જીનર્સો પાસે હવે કપાસ ખરીદવાની જગ્યા જ નથી આથી કપાસની ખરીદી ધીમી પડતાં હવે આવકો પણ ઘટી રહી છે.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ૧૦૦ ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક ૧૭૫ થી ૧૮૦ ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૩૦ થી ૧૨૩૫ , અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૩૫ થી ૧૨૧૦ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક ઘટીને ૬૫ હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૧૩૦ અને ઊંચામાં રૂ.૧૨૪૫ થી ૧૩૧૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ।.૧૫ ઘટયા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૨૦ ઘટયા હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારાવાળા રૂના ભાવ રૂ.૧૨૬૫ થી ૧૨૭૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૪૦ થી ૧૨૫૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૨૦૫ થી ૧૨૧૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૨૦૦ થી ૧૨૧૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના બજાર ભાવ બે દિવસમાં મણે રૂ.૨૫ થી ૩૦ ઘટી જતાં ગામડે વેપારો થતાં બંધ થયા છે. ગામડે બેઠા જીનર્સોને રૂ.૧૨૪૦ થી ૧૨૫૦થી ઉપર કપાસ લેવો પોસાય તેમ નથી પણ આ ભાવે જુજ વેચવાલી હોઈ ગામડે બહુ જ ઓછા વેપાર થઇ રહ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close