ડુંગળીની આવકમાં વધારો થતા ખેડૂતો માટે ડુંગળીના ભાવમાં ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળી ઉગાડતા ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાઇ રહ્યાં છે. હજુ રવી ડુંગળીની બજાર આવકો તો બાકી જ છે. બસ, આજ સવારથી ડુંગળી ઉગાડતા ખેડૂતોની વ્યથાઓ શરૂ થઇ છે. પખવાડિયા પહેલા રૂ.પ૦૦ની સપાટીએ ભાવ હતા, એમાં સીધ્ધો જ ૪૦-૫૦ ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે.

જામનગર તાલુકામાં ખરીફ ડુંગળીનો ગઢ કહી શકાય એવા મેડી (જગા) ગામના ખેડૂતે કહ્યું હતું કે આજ બારેક દિવસ પહેલા લેઈટ ખરીફ ડુંગળી વેચી ત્યારે પ્રથમ લોટના પ્રતિમણ રૂ.૫૬૦ આવ્યા હતા, બીજા લોટમાં એ જ ડુંગળીના ભાવ ઘટીને રૂ.૩૬૦ આવ્યા હતા. હજુ ૩૦૦ થી ૪૦૦ મણ દાબે પડેલ ડુંગળી બિટામણ થઈ રહ્યું છે, એના ભાવ ઘટીને રૂ.૨૫૦ આવે એવું લાગે છે.

ડુંગળી એટલે શાક બકાલું. આજે રૂ.૫૦૦ની મણ વેચાતી ડુંગળીના કાલે ઘટીને રૂ.૧૦૦ થઇ જતા વાર ન લાગે. ગીર સોમનાથના ગઢડા તાલુકાનાં કાંધી ગામે ૧૭ વીઘામાં સફેદ ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂત કહે છે કે ઓંણસાલ સફેદ ડુંગળીના ઉંચામાં ઉચા ભાવ દઇ, કેટલી વખત બીજ વાવ્યા, એ ખુદ ખેડૂતને ખબર નથી.

ખેડૂતોએ મહિના દિવસ પહેલાના ઉંચા ભાવ જોઇ, માવજત અને ખર્ચ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ખેડૂતો વધુમાં કહ્યું હતું કે ગ્રહિણીઓના બજેટની ચિંતા કરતા મીડિયાવાળા મિત્રોએ અત્યારે ડુંગળી પેદા કરતાં ખેડૂતો તરફ નજર કરવાની જરૂર છે.

સફેદ ડુંગળીનું બીજ પ્રતિ ર૦ કિલો રૂ‌.૮૦,૦૦૦માં લીધા પછી, એમાંથી મળેલ સારી ડુંગળી મફતના ભાવે પીટાઇ રહી છે…

સફેદ ડુંગળીની બજારો છેલ્લા પંદર દિવસમાં ભાંગીને ભક્કો થઇ ગઈ છે. છાસવારે ડુંગળીની નિકાસબંધી અને પરદેશી ડુંગળી આયાત કરતી સરકારે દેશમાં ડુંગળી પેદા કરતાં ખેડૂતોનું હિત પણ જોવું જોઈએ.

મહુવા અને ગોંડલ યાર્ડમાં ડુંગળીના ભાવ…

મહુવામાં ૪૭૦૦૦ થેલા લાલ ડુંગળીની આવક સામે રૂ.૭૨ થી રૂ.૩૩૬ અને સફેદમાં તો ૯૦૦૦૦ થેલાની આવક સામે રૂ.૧૨૨ થી રૂ.૨૫૦ અને ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીના ૩૪૬૦૦ કટ્ટાની આવક સામે રૂ.૬૧ થી રૂ.૨૪૧ના લાલ ડુંગળીના ભાવ થયા છે.

ખેડૂતો ડુંગળીના નીચા ભાવથી ચિંતિત બની ગયા છે. સરકાર ખેડૂતોનું હિત જોવામાં રાજી હોય તો સત્વરે કોઇ એવા પગલા લેવા જરૂરી છે કે ખેડૂતને છેવટે ખર્ચ જોગ તો વળતર મળી રહે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment