ગુજરાતમાં સારી ક્વોલિટીનાં ઘઉનાં ભાવમાં આવ્યો સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંનાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખાસ કરીને સારી ક્વોલિટીનાં ઘઉંનાં બજાર ભાવ આજે પીઠાઓમાં મણે રૂ.૨૦ સુધર્યા હતાં. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદ પડવાને કારણે ઘઉંની ક્વોલિટીને મોટી ફટકો પડ્યો છે.

ઘઉંનાં ઉત્પાદન ઉપર કોઈ અસર નહીં થાય, પંરતુ ક્વોલિટીને અસર પહોંચી શકે છે, જેને પગલે સારી ક્વોલિટીનાં ઘઉની આવકો આગામી દિવસોમાં ઓછી આવે તેવી ધારણાએ બજારો સુધરી હતી.

બીજી તરફ હોળી બાદ ઘઉંમાં ખાનાર વર્ગની ઘરાકી પણ શરૂ થવાની છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં બજાર સરેરાશ આવકો નહીં રહે તો ઘટવાનાં ચાન્સ નથી.

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં વરસાદને પગલે ઘઉંની ક્વોલિટીને મોટી અસર…

માર્ચ એર્ન્ડિંગને કારણે ચાર-પાંચ દિવસ મોટા ભાગનાં યાર્ડો બંધ પણ રહેવાનાં છે, પરિણામે બજારને ટેકો મળશે. ઘઉંની કેશોદમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૩૨થી ૩૮૦નાં હતાં.

રાજકોટમાં ઘઉંની નવી આવકો નહોંતી અને રાજકોટ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૩૮થી ૩૪૧ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૪પથી ૩૬૦ અને સુપર ક્વોલિટીમાં રૂ.૩૭૫થી ૪૭૦નાં ભાવ હતાં.

ગોંડલમાં ૬થી ૭ હજાર ગુણીનાં વેપાર હતાં. ગોંડલ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૩૬થી ૩૪૦, લોકવન ઘઉંનાં ભાવ રૂ.૩૫૦થી ૪૨૦ અને ટૂડડામાં રૂ.૩૫૦થી ૫૦૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉની ૧૦,૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૫થી ૩૫૫, મિડીયમમાં રૂ.૩૬૫થી ૩૯૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૧૧થી ૪૮૭૧નાં ભાવ હતાં.

મોડાસામાં ૨૫૦૦થી ૩૦૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૪૦થી ૪૧૭નાં ભાવ હતાં. ઈડરમાં ૩૦૦૦ બોરી હતી અને ભાવ રૂ.૩૪૫થી ૪૩પનાં હતાં.

તલોદમાં નવા ઘઉંની ૪૦૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંનાં ભાવ રૂ.૩૩૫ થી ૪૪૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “ગુજરાતમાં સારી ક્વોલિટીનાં ઘઉનાં ભાવમાં આવ્યો સુધારો”

Leave a Comment

close