સૌરાષ્ટ્રમાં લસણની આવકો ઘટતા લસણના ભાવમાં આવ્યો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

લસણ બજારમાં આવકો ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦૦નો સુધારો થયો હતો. લસણની આવકો હજી જોઈએ એવી આવતી નથી અને એપ્રિલ મહિનાથી આવકો વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી હ્યાં છે.

તડકા હવે બરાબરનાં પડવા લાગ્યાં હોવાથી કાઢેલું લસણ ઝડપથી સુકું બની જશે અને જો લસણના બજાર ભાવ સારા રહેશે તો ખેડૂતોની વેચવાલી આવે તેવી સંભાવનાં છે.

ગોંડલમાં આજે ૨૫૦૦થી ૩૦૦૦ દાગીનાની આવક હતી અને ગોંડલ લસણના ભાવ ૨૦ કિલોનાં રૂ.૫૫૦થી ૧૧૦૦ સુધી બોલાતાં હતાં. આગામી દિવસોમાં યાર્ડો બંધ રહેવાનાં હોવાથી હવે નવા સપ્તાહમાં જ આવકો શરૂ થાય બાદ બજારનો વલણ જાણી શકાશે.

રાજકોટમાં આવકો નહોંતી, પરંતુ વધેલા માલમાંથી આજે હરાજી થઈ હતી, જેમા રાજકોટ લસણના ભાવ ૨૦ કિલોના રૂ.૫૪૫પથી ૧૦૪પ૫નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment