મગફળીમાં વેચાણનાં અભાવે ખેડૂતોને ઊંચા ભાવ જોવા મળી શકે છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સીંગતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીની વેચવાલી ન હોવાથી બજારો સરેરાશ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે. બિયારણની ઘરાકી પણ ખૂબ જ સારી છે અને સારી ક્વોલિટીની ૬૬, ર૪ કે ૯ નંબરની સારા ઉતારાવાળી મગફળી હાલ બિયારણવાળા જે ભાવથી મળે એ ભાવથી કવર કરવાનાં મૂડમાં છે.

ઉનાળામાં આ વર્ષે પાણીની કોઈ તંગી ન હોવાથી સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધૂમ વાવેતર થાય તેવા સંજોગો છે. મગફળીનાં ભાવ આખુ વર્ષ સારા રહ્યાં હોવાથી ખેડૂતો ઉનાળામાં પણ મગફળીનું વાવેતર કરવાનાં મૂડમાં છે. આ વર્ષે ૫૦ ટકા જેવુ વાવેતર વધે તેવી સંભાવનાં રહેલી છે.

ગોંડલમાં મગફળીની રર હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૪૭ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૨૦થી ૧૧૬૧, રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૬નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧ર૨રપનાં ભાવ હતાં.

બિયારણવાળાની લેવાલી સારી હોવાથી બજારને મોટો ટેકો મળ્યો…

રાજકોટમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને ૨૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી રર હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦થી ૧૧૦૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૧૨૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૨૦, જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૧૪૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૪૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૨૦થી ૧૦૭૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧૧૨૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૨૨૫ અને રોહીણીમાં રૂ.૬૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

મહુવામાં ૬૦૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ માં રૂ.૧૦૧૦ થી ૧૨૩૬ અને જી-૨૦માં રૂ.૯૯૦ થી ૧૨૧૧નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૧૦૩૨થી ૧૧૫૪નાં ભાવ હતાં.


હીંમતનગરમાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૨૨પથી ૧૫૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં. દેશભરમાં કપાસની આવક અને કવોલીટી બંને ઘટી રહી છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં હવે સારો કપાસ મણના રૂ।.૧૨૦૦ દેતાં પણ મળતો નથી. આવકો ઘટીને સાડા ત્રણ થી ચાર લાખ મણે પહોંચી ચૂકી છે.

ઉત્તર ભારતમાં ૯૦ ટકા કપાસ માર્કેટમાં આવી ગયો હોઇ હવે આવક વધશે નહીં. આવી જ સ્થિતિ દક્ષિણ ભારતના રાજ્યોની છે. તેલંગાનામાં આવક ઘટીને ૩૦ હજાર ગાંસડી એટલે કે ૭ થી ૮ લાખ મણ જ રહે છે જે એક તબક્કે આવક વધીને ૧૩ થી ૧૪ લાખ મણની હતી.

આંધ્રમાં હવે સારી કવોલીટી માર્કેટમાં આવી ચૂકી છે. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આંધ્રથી કડીમાં રોજની ૫૦ થી ૭૦ ગાડી કપાસ આવે છે પણ આંધ્રનો કપાસ જોવા ગમતો નથી.

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કપાસથી આખા દેશની માગ પૂરી થઇ રહી છે. ફેબ્રુઆરીના મધ્યથી દેશમાં રૂની રોજની આવક એક લાખ ગાંસડી કરતાં પણ ઓછી રહેવાની ધારણા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment