સારી ક્વોલિટીની કપાસની અછત વધતાં ખેડૂતોને ઊંચા ભાવ મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મંગળવારે દેશમાં કપાસની આવક ઘટીને દોઢ થી પોણા બે લાખ ગાંસડી જ રહી હતી એટલે કે હવે કપાસની આવક ૩૫ થી ૩૮ લાખ મણથી વધવાની કોઇ શક્યતા દેખાતી નથી.

દેશમાં કપાસની આવક ઘટવાની સાથે સાથે સારી ક્વોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી છે. આજે દેશાવરના મોટાભાગના સેન્ટરમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણના રૂ।.૧૨૦૦ ઉપર બોલાતા હતા.

સારી કવોલીટીના કપાસ અને નબળી કવોલીટીના કપાસના ભાવ વચ્ચેનો ગાળો સતત વધી રહ્યો છે. દેશાવરમાં સીસીઆઇ ની ખરીદી હવે ઘટીને ર૦ થી રપ હજાર ગાંસડીની જ રહી હોઇ હવે સારો કપાસ પર ખેડૂતોની પક્કડ પણ વધી રહી છે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક વધીને સવા ત્રણ લાખ મણની આસપાસ હતી પણ દેશાવરના કપાસની આવક આજે કડીમાં મોટેપાયે ઘટી હતી. દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક ઘટી હતી.

કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૩૦૦, આંધ્ર-કર્ણાટકના ૭૫-૭૫ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૦૦ થી ૧૧૭૦, આંધ્રના રૂ.૧૧૨૦ થી ૧૧૮૦, કર્ણાટકના રૂ.૧૧૪૦ થી ૧૨૦૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૪૦ થી ૧૧૯૦ના ભાવ બોલાતા હતા.


સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે ૧.૯૦ લાખ મણની આવક હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦રપ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૭૦ થી ૧૧૮૫ બોલાયા હતા. સારી કવોલીટીની કપાસની અછત વધી રહી હોઇ આજે પ્રિમિયમ કવોલીટીના કપાસમાં મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩પ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૭૫ થી ૧૧૮૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ ભાવ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment