મગફળીનાં ભાવમાં તેજી: હિંમતનગરમાં ઊચામાં રૂ.૧૫૦૯નાં ભાવ બોલાયાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં નીચા ભાવથી વેચવાલીનો ભાવ અને ગામડે બેઠા ખેડૂતો નીચા ભાવથી વેચવાલ ન હોવાથી સરેરાશ મગફળીની બજારો મજબૂત છે અને સીંગદાણામાં પણ લોકલ વેપારો સારા થઈ રહ્યાં હોવાથી ભાવમાં સુધારો થઈ રહ્યો છે.

કોમર્શિયલ સીંગદાણામાં મહારાષ્ટ્રનાં પણ થોડા-થોડા વેપારો છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત છે. મગફળીનાં ભાવ ટૂંકાગાળામાં ઘટે તેવું લાગતું નથી. હિંમતનગરમાં મગફળીનાં ભાવ આજે ઊંચામાં રૂ.૧૫૦૯ સુધી બોલાયાં હતાં.

ગોંડલમાં મગફળીની રપ હજાર ગુણીની આવક હતી અને વેપાર રરપ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૬૧, રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧રપ, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૬૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧ર૨પનાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૬ હજાર ગુણીની આવક હતી અને ૧૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૨૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૯૫૦થી ૧૧૨૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૯૫૦થી ૧૧૨૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, જી-ર૦માં રૂ.૯૭૦થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦ અને ૯૯ નં.માં રૂ.૯૮૦થી ૧૧૩૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૪૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૯૫૦ થી ૧૧૧૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૨૧૫ અને રોહીણીમાં રૂ.૯૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.


મહુવામાં ૫૪૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ માં રૂ.૧૦૫૯ થી ૧૧૯૪ અને જી-૨૦માં રૂ.૬૭૦ થી ૧૧૮૭નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૧૦૨૧થી ૧૧૮૭નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૨૦૦થી ૧૫૦૯ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment