કપાસની આવકમાં સતત ઘટાડો થતા કવોલીટી નબળી પડતાં ભાવમાં થશે ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં છેલ્લા દસ દિવસથી રૂની આવક સતત ઘટી રહી છે. અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૮૦ લાખ ગાંસડી આસપાસ રહી હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે કપાસની આવક ૧૫ થી ૧૮ હજાર ગાંસડી જ રહે તેવી ધારણા છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય દેશના એકપણ રાજ્યમાં કપાસની મોટી આવક નથી. દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, કર્ણાટક, આંદ્ર અને ઓરિસ્સામાં હવે કપાસની કવોલીટી સાવ બગડી ચૂકી હોઇ આવક વધવાની કોઇ ધારણા નથી.

દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂના ઉત્પાદનના અંદાજો પણ ઘટવાની ધારણા છે. સોમવારે કપાસના ભાવ લગબગ ટકેલા હતા પણ નબળા કપાસમાં ભાવ મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં પોણા ત્રણ લાખ મણની અને જીનપહોંચ, દેશાવરની આવક થઇને કુલ ૧૦ થી ૧૧ લાખ મણની આવક હતી. કડીમાં સોમવારે મહારાષ્ટ્રની આવક ૩૦૦ ગાડી અને આંધ્ર-કર્ણાટકની ૧૦૦-૧૦૦ ગાડીની આવક હતી.

કડીમાં સૌરાષ્ટ્રના કપાસની આવક સોમવારે વધીને ૨૫૦ ગાડી નોંધાઈ હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૦૦ થી ૧૧૭૦, આંધ્રના રૂ.૧૧૨૦ થી ૧૧૮૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૨૦૦ અને સૌરાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૧૯૦ના ભાવ બોલાતા હતા.


સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે ૧.૮૫ લાખ મણની આવક હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.૧૦ર૨પ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૭૦ થી ૧૧૭૫ બોલાયા હતા. રૂ, કપાસિયા અને ખોળમાં મંદી હોઇ કપાસમાં મણે રૂ.પ નરમ બોલાતા હતા.

જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩પ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૭૦ થી ૧૧૭૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૫૫, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૩૫ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧રપ ભાવ બોલાયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close