કપાસના ભાવમાં પ્રતિભાવ, ગામડે ખેડૂતોની કપાસ પરની પક્કડ મજબુત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશભરમાં કપાસની આવક સતત ઘટી રહી છે, ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૦૭ થી ૧.૦૮ લાખ ગાંસડી એટલે કે કપાસની આવક ઘટીને રપ થી ર૬ લાખ ગાંસડીની જ રહી હતી. દેશાવરના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે તા.૧૫મી માર્ચે પછી દેશમાં રોજિંદી માંડ ૫૦ થી ૬૦ હજાર ગાંસડી જ કપાસની આવક જોવા મળશે.

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં કપાસની આવક માત્ર ફેબ્રુઆરી મહિનો જ જોવા મળશે. પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કપાસની આવક માર્ચમાં નગણ્ય રહેશે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનાની આવકથી આખા દેશની કપાસની માગ પૂરી થશે. ફોરેન વાયદા ઘટતાં તેમજ રૂ-કપાસિયા ઘટતાં તેને પગલે જીનર્સોની લેવાલી ઘટતાં આજે દેશાવરમાં કપાસના ભાવ મણે રૂ.પ થી ૧૦ ઘટયા હતા.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડામાં ત્રણ થી સવા ત્રણ લાખ મણની જળવાયેલી હતી અને કડીમાં દેશાવરના કપાસની આવક પણ જળવાયેલી હતી. કપાસના ભાવ વધતાં ગુરૂવારે મહારાષ્ટ્રની ૧૭૫ થી ૨૦૦, આંધ્રની ૨૦-૨૫ ગાડી અને કર્ણાટકની ૧૫-૨૦ ગાડી અને કાઠિયાવાડની ૨૫૦  ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૧૦, આંધ્ર પ્રદેશ કપાસના ભાવ રૂ.૧૧૭૦ થી ૧૨૨૦, કર્ણાટક કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૨૫૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૨૧૫ ભાવ બોલાતા હતા. ગુરૂવારે કડીમાં કપાસના ભાવ રૂ.૫ થી ૧૦ ઘટયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ગુરૂવારે આવક વધીને ૧.૭૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦ર૨પ થી ૧૦૬૦ અને ઊંચામાં રૂ.૧૨૧૦ થી ૧૨૩૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ।.૧૦ ઘટયા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.૧૫ ઘટયા હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨૨૦ થી ૧ર૨રપ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૭૫ થી ૧૧૮૦, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૬૯ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૩૫ થી ૧૧૫૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ એકધારા વધ્યા બાદ ઘટતાં ગુરૂવારે ગામડે બેઠા કપાસની વેચવાલી સાવ ઠપ્પ થઈ ચૂકી હતી. ગામડે બેઠા ખેડૂતોને કપાસ રૂ.૧૨૦૦માં ગુરૂવારે વેચવો નહોતો. હવે કેટલાંક ખેડૂતો રૂના ભાવ રૂ.૧૩૦૦ મળે તો જ વેચવો તેવી જીદે ચડયા હોઇ કપાસના ભાવ વધશે તો જ કપાસ જીનર્સોને મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment